________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
કુશીલ, પરિગ્રહ ઇત્યાદિના અશુભભાવ-એ બેય ભાવ વિકાર છે, બેમાંથી એકેય ધર્મ કે ધર્મનું કારણ નથી. બેય બંધસ્વરૂપ અને બંધનાં જ કારણ છે. તેથી બેય કર્મ-સામાન્યપણે એક જ છે.
પુણ્ય-પાપના તો એના બે સ્વાંગ-ભેખ છે. જેમ નાટકમાં એક જ પુરુષ જુદા જુદા પાત્રરૂપે સ્વાંગ ધારણ કરે તેમ કર્મ પુણ્ય અને પાપના સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ્ય હતું તેને જ્ઞાને યથાર્થ જાણી લીધું. ભગવાન આત્મા જ્ઞાતા-દષ્ટા સ્વભાવી છે. તેમાં એકાગ્ર થયેલા જ્ઞાને પુણ્ય-પાપના સ્વાંગ ધારણ કરેલા કર્મને યથાર્થ જાણી લીધું. પહેલાં બેમાં ફેર જણાતો હતો તે મિથ્યાત્વ હતું. પણ અંતરમાં એકાગ્ર થતા જે જ્ઞાન પ્રગટ થયું તેણે જાણી લીધું કે બેય એક જ છે, વિભાવ છે, પુગલની જાત છે, ફરક કાંઈ નથી, બન્નેય સંસારનું જ કારણ છે. આમ યથાર્થ જ્ઞાન જ્યાં પ્રગટ થયું ત્યાં તે પુણ્ય-પાપના સ્વાંગ તજી દઈને રંગભૂમિમાંથી કર્મ બહાર નીકળી ગયું. અહાહા...! આત્માએ જ્યાં જ્ઞાનનો ભેખ ધારણ કર્યો ત્યાં પુણ્ય-પાપ પલાયન થઈ ગયાં. હવે આ બધાનો સરવાળો કહે છે
આશ્રય, કારણ, રૂપ સવાદનું ભેદ વિચારી ગિને દોઊ ત્યારે, પુણ છે પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુ:ખકરા રે; જ્ઞાન ભયે દોઊ એક લખે બુધ આશ્રય આદિ સમાન વિચારે, બંધકે કારણ હૈ દોઉ રૂપ, ઇન્હેં તજિ જિનમુનિ મોક્ષ પધારે.''
અજ્ઞાની જીવ પુણપરિણામ મોક્ષમાર્ગના આશ્રયે છે અને પાપપરિણામ બંધના આશ્રયે છે એમ ભેદ પાડે છે. અજ્ઞાની પુણ્યબંધમાં શુભભાવ નિમિત્ત છે અને પાપબંધમાં અશુભભાવ નિમિત્ત છે-એમ કારણભેદ માને છે. વળી તે એક પુણ્યપ્રકૃતિરૂપ છે બીજું પાપપ્રકૃતિરૂપ છે એક સ્વરૂપભેદ માને છે. તથા પુણનો સ્વાદ ભલો-મીઠો અને પાપનો સ્વાદ બૂરો-કડવો માને છે. આ પ્રમાણે તે કર્મમાં ભેદ પાડી બન્નેને જુદાં જુદાં સુખ દુઃખનાં કરવાવાળા માને છે.
પરંતુ પોતે સચ્ચિદાનંદસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ ભગવાન છે એનું જેને ભાન થયું તે ધર્મી જીવ પુણ્ય અને પાપ બન્નેને એક જ જાણે છે. બન્ને બંધમાર્ગના આશ્રયે જ છે એમ જાણે છે. પુણ્ય-પાપના ભાવ અને વિકાર છે અને બંધના જ કારણ છે એમ જાણે છે. બન્ને પ્રકૃતિ પુદ્ગલમય જ છે અને બન્નેનું ફળ પણ પુદ્ગલમય જ છે એમ યથાર્થ જાણે છે.
પુણ્યના ફળમાં મોટો દેવ થાય વા મોટો શેઠ થાય અને સ્ત્રી, કુટુંબ-પરિવાર વગેરે સંજોગો ઠીક મળે, સંપત્તિના ઢગલા થાય પણ એ બધું ધૂળ-માટી પુદ્ગલ જ છે એમ સમકિતી યથાર્થ જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com