________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
ત્રણ લોકને જોયા છે એવા વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની વાણી દ્વારા પ્રગટ થયેલો સમ્યક મોક્ષમાર્ગ છે.
જુઓ, અશુભ આચરણની જેમ શુભ આચરણ પણ બંધનું કારણ હોવાથી નિષેધ્યું છે તો પછી મુનિવરો કોનું શરણ લે? શું પ્રવૃત્તિ કરે? તો કહે છે કે મુનિવરોને શુભરાગરહિત નિષ્કર્મ અવસ્થા થતાં તેઓ અંદર અતીન્દ્રિય આનંદરસથી ભરેલા અમૃતસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્રતારૂપ-રમવારૂપ પ્રવૃત્તિ કરે છે. “નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા' એમ ભાષા છે ને? નિષ્કર્મ નામ (શુભાશુભ) કર્મથી નિવૃત્ત એવી અવસ્થામાં-એટલે કે શુદ્ધ ચૈતન્યમય અરાગી પરિણતિમાં પ્રવૃત્ત થાય છે. અહાહા..! મુનિવરો પોતે શુદ્ધ ચૈતન્યઘન ભગવાન અંદર અતીન્દ્રિય આનંદરસ-વીતરાગરસ-શાંતરસથી ભર્યો પડયો છે તેમાં પ્રવૃત્ત થાય છે. લ્યો, આ મુનિવરોનું અંતરંગ પ્રવર્તન છે અને આ જ માર્ગ છે. પંચમહાવ્રત અને નગ્નપણું એ કાંઈ મુનિપણું નથી; એ તો જડરૂપ બાહ્યલિંગ છે. સમજાણું કાંઈ...?
આ તો સોનગઢનું છે એમ કેટલાક કહે છે?
જુઓ, આ શાસ્ત્ર (-સમયસાર) સોનગઢનું બનાવેલું નથી પણ મહા સમર્થ મુનિવરનું બનાવેલું છે. ૨000 વર્ષ પૂર્વે ભગવાન કુંદકુંદાચાર્ય મહાન દિગંબરાચાર્ય થઈ ગયા એમનું બનાવેલું આ શાસ્ત્ર છે. ત્યાર બાદ એક હજાર વર્ષ પછી તેની ટીકા આચાર્ય અમૃતચંદ્રદેવે કરી છે. એ મુનિવરો એમ કહે છે કે શુભભાવથી નિવૃત્તિ થતાં શુદ્ધભાવની પ્રવૃત્તિનું મુનિને શરણ હોય છે અને એ જ (વાસ્તવિક ) શરણ છે, શુભભાવ કાંઈ શરણ નથી. લ્યો, આ મુનિનું કર્મ નામ કાર્ય છે.
અરે! આવો વીતરાગનો માર્ગ છોડીને જેનું ચિત્ત પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભગવાન અને ભગવાનની વાણીમાં (એના રાગમાં) રમે છે તે ચોર છે. ૩૧ મી ગાથામાં સાક્ષાત્ અરિહંત ભગવાન અને ભગવાનની વાણીને ઇન્દ્રિયના વિષયમાં ગણ્યા છે. ત્યાં કહ્યું છે કે જે કોઈ આત્મા આ પાંચ જડ ઇન્દ્રિયો અને અંદર એક એક ખંડખંડરૂપ ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો-સ્ત્રી, કુટુંબ, દેશ, દેવ-ગુરુ-શાસ્ત્ર અને એમની વાણી–એ સર્વને જીતીને એટલે કે એ સર્વનું લક્ષ છોડી દઈને પોતાના શુદ્ધ ચૈતન્યમય આત્માને અનુભવે છે તે જિતેન્દ્રિય જિન છે. જુઓ, આ ચૈતન્યની પ્રવૃત્તિરૂપ નિષ્કર્મ પ્રવર્તન મુનિને શરણ છે.
અહાહા..! કહે છે-“નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં ““મુન: વસ્તુ અશરણા: ન સત્ત'' મુનિઓ કાંઈ અશરણ નથી;' અર્થાત્ તેમને શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ નિજ આત્માનું શરણ છે. રાગનું શરણ છૂટું અને ભગવાન આત્માનું શરણ તેમને પ્રાપ્ત થયું છે. મંદિરમાં પૂજા વખતે ચત્તારિ શરણું બોલે છે ને? અરિહંતા શરણે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com