________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]
[ ૧૮૫
થાય છે. એવા જીવને પુણ્ય અને પાપ બને નિષેધવા લાયક છે. યોગીન્દ્રદેવ યોગસારમાં પુણ્યને પણ પાપ કહે છે:
પાપતત્ત્વને પાપ તો જાણે જગ સહુ કોઈ, પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ''
તેમ આ અધિકારમાં આચાર્ય જયસેનની ટીકામાં પણ આ વાત આવે છે. છેલ્લે શિષ્યનો પ્રશ્ન છે કે
'अत्राह शिष्यः। जीवादिसदहणम् इत्यादि व्यवहाररत्नत्रयव्याख्यानं कृतं तिष्ठति कथं पापाधिकार इति।'
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-જીવાદિનું શ્રદ્ધાન વગેરે વ્યવહારરત્નત્રયનું વ્યાખ્યાન-આ તો પાપનો અધિકાર ચાલે છે તેમાં-ક્યાંથી આવ્યું? કેમકે વ્યવહારરત્નત્રય તો પુણ્ય છે.
“તત્ર પરિહાર:' તેનો ઉત્તર (ખુલાસો) આપે છે
'यद्यपि व्यवहारमोक्षमार्गो निश्चयरत्नत्रयस्योपादेयभूतस्य कारणभूतत्वादुपादेयः परंपरया जीवस्य पवित्रताकरणात् पवित्रस्तथापि बहिर्द्रव्यालंबनेन पराधीनत्वात्पतति नश्यतीत्येकं कारणं'
જોકે વ્યવહાર મોક્ષમાર્ગ ઉપાદેયભૂત એવા નિશ્ચયરત્નત્રયનું કારણ હોવાથી વ્યવહાર ઉપાદેય કહેવામાં આવે છે અને પરંપરા જીવની પવિત્રતા કરનારું હોવાથી વ્યવહારે પવિત્ર કહેવામાં આવે છે તોપણ પરદ્રવ્યના અવલંબનથી પરાધીનપણું થવાથી સ્વરૂપથી પતિત થાય છે.
સ્વાધીનતાનો નાશ થાય છે કેમકે શુભરાગમાં પરદ્રવ્યનું અવલંબન છે. આ એક કારણથી નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારરત્નત્રય (પુણ્ય) એ પાપ છે.
'निर्विकल्पसमाधिरतानां व्यवहारविकल्पालंबनेन स्वरूपात्पतितं भवतीति द्वितीयं कारणम्। इति निश्चयनयापेक्षया पापं।'
નિર્વિકલ્પ સમાધિમાં લીન પુરુષોને વ્યવહારના વિકલ્પના અવલંબનથી સ્વરૂપથી પડવાપણું થાય છે. એમ બીજા કારણથી વ્યવહાર સમકિત, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્રરૂપ કષાયની મંદતા (પુણ) નિશ્ચયનયે તો પાપ છે.
'अथवा सम्यक्वादिविपक्षभूतानां मिथ्यात्वादीनां व्याख्यानं कृतमिति वा पापाधिकारः।'
અથવા સમ્યકત્વાદિથી વિપક્ષ હોવાથી મિથ્યાત્વાદિનો અર્થાત્ પાપનો અધિકાર ચાલે છે. કેમકે વ્યવહારરત્નત્રયનો શુભરાગ સમ્યક રત્નત્રયના વીતરાગી પરિણામથી વિરુદ્ધ હોવાથી એ પાપ છે. તેથી પાપ અધિકારમાં લીધેલ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com