________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
સમયસાર ગાથા ૧૬૧ થી ૧૬૩: મથાળુ
હવે કર્મ મોક્ષના કારણના વિરોધાયીભાવસ્વરૂપ (અર્થાત્ મિથ્યાત્વાદિભાવસ્વરૂપ) છે એમ બતાવે છે:
હવે, પુણપરિણામ જે કર્મ છે એ મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એના તિરોધાયીભાવસ્વરૂપ એટલે વિરુદ્ધ ભાવસ્વરૂપ છે-એમ કહે છે. શુભભાવની રુચિ તે મિથ્યાત્વ છે, શુભભાવમાં રોકાયેલું જ્ઞાન તે અજ્ઞાન છે અને શુભભાવનું આચરણ તે અચારિત્ર છે. એ ત્રણેય ભાવ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રથી વિપરીતભાવ છે. માટે કર્મ નિષેધવા લાયક છે. જુઓ, આ લોજીકથી-ન્યાયથી તો વાત ચાલે છે, કચડી-મચડીને કહેવાય છે એમ તો છે નહિ. પણ અરે ! એણે સમજવાની કોઈ દિ દરકાર કરી નથી !
પહેલાં (ગાથા ૧૫૭-૧૫૮-૧૫૯માં) એમ કહ્યું કે કર્મ એટલે શુભભાવ મોક્ષના કારણરૂપ નિર્મળ રત્નત્રયપરિણતિનું વાતનશીલ છે.
પછી (ગાથા ૧૬૦ માં ) એમ કહ્યું કે કર્મ એટલે શુભભાવ પોતે જ બંધસ્વરૂપ છે તેથી નિષેધવા યોગ્ય છે.
હવે આ ગાથાઓમાં એમ કહે છે કે કર્મ એટલે શુભભાવ મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ એટલે મિથ્યાત્વાદિભાવસ્વરૂપ છે, તેથી તે નિષેધવા યોગ્ય છે. ખરેખર શુભભાવ છે તે મિથ્યાત્વ નથી પણ શુભભાવને પોતાના માનવા તે મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ સહિત જે જ્ઞાન અને આચરણ છે તે અજ્ઞાન અને અચારિત્ર છે. તેથી કર્મ છે તે મોક્ષના કારણના વિરુદ્ધભાવસ્વરૂપ હોવાથી નિષેધવા યોગ્ય છે એમ હવે કહે છે
* ગાથા ૧૬૧ થી ૧૬૩ઃ ટીકા ઉપરનું પ્રવચન * સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે.”
જુઓ, શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તેનો અંદર અનુભવ કરીને પ્રતીતિ કરવી તે સમ્યકત્વ છે. આ સમ્યકત્વ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અહીં સ્વભાવ એટલે ત્રિકાળીની વાત નથી, પણ સમકિતની વાત છે. સમ્યકત્વ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે અને તેને રોકનારું મિથ્યાત્વ છે, મિથ્યાત્વ એટલે જીવના પરિણામ હાં, મિથ્યાત્વ કર્મની વાત નથી. કર્મના નિમિત્તથી તો કથન કરેલું હોય છે, બાકી તત્ત્વના અશ્રદ્ધાનરૂપ જે મિથ્યાત્વ તે સમ્યકત્વને રોકનારું છે.
અહા! રાગ કેમ ટળે? પ્રતિબંધક કારણ-કર્મ ટળે તો રાગ ટાળે. આ પ્રતિબંધક કર્મ એટલે જડકર્મ નહિ. જડકર્મ તો ખરેખર પ્રતિબંધક કારણ છે જ નહિ, કેમકે એ તો પર છે. આત્મા જડને તો કદી સ્પર્ધોય નથી, જડ ચેતનને ત્રણકાળમાં સ્પર્યું નથી. આત્મા જડને સ્પર્યો નથી અને જડ આત્માને સ્પર્યું નથી. તો પછી જડકર્મ આત્માને કેમ રોકે ? આત્મા ફક્ત પોતાની મિથ્યાશ્રદ્ધારૂપ વિપરીત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com