________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૯ ]
[ ર૬૩
એક તો દ્રવ્યાસ્રવ પુદગલ છે માટે સંબંધ નથી; અને બીજું જ્ઞાનીને ભાવાન્સવનો અભાવ છે એટલે દ્રવ્યાસૂવો બંધનું કારણ નહિ થતા હોવાથી જ્ઞાનીને દ્રવ્યકર્મ નથી. આ પ્રમાણે જ્ઞાનીને દ્રવ્યાન્સવનો અભાવ જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
* કળશ ૧૧૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
ભાવાઝવ-મામ પ્રપન્ન:' ભાવાગ્નવોના અભાવને પામેલો...
મતલબ કે ધર્મી જીવ શુદ્ધ દ્રવ્યસ્વભાવના અવલંબનથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીના રાગ-દ્વેષરૂપ ભાવાગ્નવના અભાવને પામેલો છે. અહાહા! જેને રાગનું કર્તાપણું છૂટી જ્ઞાતા-દષ્ટા સ્વભાવનો અનુભવ થયો છે તે ધર્મી ભાવાન્સવના અભાવને પામેલો છે. સમકિતીને ભાવાન્સવનો એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષનો અભાવ જ છે. આ નાસ્તિથી વાત કરી. અતિથી કહીએ તો ધર્મી જીવ ભગવાન જે ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને પામેલો છે.
અનાદિથી જીવ રાગ-દ્વેષ-મોહરૂપ ભાવાસવને પામતો હતો. રાગદ્વેષ મારા અને એ મારાં કર્તવ્ય એમ અનાદિથી કર્તાપણું માનતો હતો. હવે કર્તાપણાનો ત્યાગ કરી તે જ જીવ
જ્યારે-હું તો પરમાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એક જ્ઞાતા-દષ્ટા છું, જગત આખુંય માત્ર શેય છે, દશ્ય છે-એમ પોતાના જ્ઞાતા-દષ્ટાસ્વરૂપને ધ્યેય બનાવી તેમાં અંતર્લીન થયો ત્યારે તે ભાવાન્સવના અભાવને પામેલો જ્ઞાની છે.
અનાદિથી પુણ્ય-પાપના ભાવ જે આસ્રવો છે તેને જે પામેલો છે તે મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે. જે વસ્તુ પોતાથી ભિન્ન છે એ ચીજને પોતાની માને તે જીવ અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. એ ઊંધો પુરુષાર્થ કરે છે ને? ભાઈ ! અજ્ઞાની કે જ્ઞાની-કોઈને કોઈ કાર્ય પુરુષાર્થ વિનાનું હોતું નથી. પરમાણુમાં પણ તેનું કાર્ય તેની વિર્યશક્તિના કારણે જ હોય છે. આત્માની જેમ પરમાણુમાં પણ વીર્યશક્તિ છે. અજ્ઞાની ભિન્ન ચીજને પોતાની માને છે, પણ એમ છે નહિ અને એમ બનવું સંભવિત પણ નથી. છતાં પોતાની માને છે અને રાગદ્વેષ કરે છે; એ પ્રમાણે એણે ઊંધું વીર્ય ફોરવ્યું છે.
શ્રીમદે લખ્યું છે કે “દિગંબરના આચાર્યો એમ કહે છે કે જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે.' અહાહા ! ચિદાનંદઘન પ્રભુ અનાકુળ શાંત અને આનંદરસનો અમાપ-અમાપ ગંભીર જેનો બેહદ સ્વભાવ છે એવા ભગવાન આત્માનો મોક્ષ થતો નથી. જીવને પહેલાં માન્યતા હતી કે હું રાગથી બંધાણો છું જ્ઞાન થતાં હું મોક્ષસ્વરૂપ જ છું એમ સમજાય છે. આત્મા રાગથી ભિન્ન સ્વરૂપ જ છે એમ અંતર-અનુભવમાં સમજાણું ત્યારે તે મુક્ત જ છે, મુક્તસ્વરૂપ જ છે. આવા જ્ઞાયકને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com