________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ]
[ ૩૮૩
નિયમસારમાં આવે છે કે પ્રભુ! જ્ઞાનની નિધિ પામીને વાદવિવાદમાં પડીશ નહિ, અને કોઈ આવા સુંદર માર્ગની નિંદા કરે તો માર્ગ પ્રતિ અભક્તિ કરીશ નહિ. આ સત્ય વાત છે અને લોકો તો આમ (વિરુદ્ધ) કહે છે એમ જોવાનું છોડી દેજે.
અહીં કહે છે–જ્ઞાન અને અજ્ઞાનને-ક્રોધાદિને આધારઆધેયપણું નથી. અહા ! મધ્યસ્થ થઈને એકવાર રચિ-વિશ્વાસ લાવીને સાંભળે તો બેડો પાર થઈ જાય એવી આ વાત છે. પણ પક્ષ રાખીને સાંભળે તો એને એકાન્ત છે એમ લાગ્યા કરે; એને એમ થાય કે બીજે ઠેકાણે વ્યવહારરત્નત્રયના રાગને સાધન કહ્યું છે ને? પરંતુ ભાઈ ! વીતરાગ સર્વજ્ઞની વાણીમાં પૂર્વાપર વિરોધ ન હોય. જ્યાં સાધન કહ્યું હોય ત્યાં તો નિમિત્ત ઉપર આરોપ દઈને સાધન કહ્યું છે. બાહ્ય નિમિત્ત છે એમ નિમિત્તનું જ્ઞાન કરાવી એનું લક્ષ છોડાવવાનું ત્યાં પ્રયોજન છે એમ જાણવું પણ નિમિત્ત કાર્યનું કર્તા છે એમ ન જાણવું.
પ્રવચનસાર ગાથા ૧૭ર ના અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે કેમકે જેમ આત્મામાં શ્રદ્ધા આદિ ગુણ છે તેમ એનામાં જે વડે પ્રત્યક્ષ જણાય એવો એક પ્રકાશ નામનો ગુણ છે. ““સ્વયં પ્રકાશમાન વિશદ એવા સ્વસંવેદનમયી પ્રકાશશક્તિ'' નામની આત્મામાં શક્તિ છે જેના કારણે આત્મા સ્વસંવેદનમાંસ્વાનુભવમાં પ્રત્યક્ષ જણાય છે. એને પોતાને પ્રકાશવામાં કોઈ અન્ય સાધનની (-રાગની) જરૂર છે એમ નથી. ત્યાં આગળ (૧૭ મા બોલમાં) લીધું છે કે આત્માને બહિરંગ યતિલિંગોનો અભાવ છે; મતલબ કે યતિની બાહ્યક્રિયાનો (શુભાચરણરૂપ ક્રિયાનો) આત્મસ્વરૂપમાં અભાવ છે. હવે જ્યાં રાગાદિનો આત્મસ્વરૂપમાં અભાવ છે ત્યાં એના વડે આત્મલાભ-સ્વરૂપલાભ કેમ થાય ? (ન થાય). અરે ! ભગવાનના વિરહ પડયા ! પૂર્વધર પણ રહ્યા નહિ! અવધિજ્ઞાની પણ રહ્યા નહિ! અને શુભથી થાય અને વ્યવહારથી થાય એવા વિવાદ થઈ ગયા!
અહીં કહે છે-આત્મપરિણતિને અને રાગની દશાને આધારઆધેયપણું નથી. અહો ! આચાર્યદવે ભેદવિજ્ઞાનની પરમ અદભૂત વાત કરી છે. બાપુ! એને જ્ઞાનમાં-ધારણામાં તો લે કે વસ્તુ આવી છે. ભાઈ ! તું ધાર તો ખરો કે રાગની ક્રિયાને અને આત્માની ક્રિયાને પરસ્પર ભિન્નતા છે.
વળી વિશેષ સમજાવવામાં આવે છે
જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને ( આકાશનો) આધાર-આધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી (અર્થાત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશકય હોવાથી) બદ્ધિમાં ભિન્ન આધા પ્રભવતી નથી, અને તે નહિ પ્રભવતાં, એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારઆધેયપણું ભાસતું નથી.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com