________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
એટલે એકબીજાનું ભલું કરે એવો અર્થ ન લેવો. તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે- શરીર, મન, વાણી, શ્વાસોચ્છવાસ એ પુદ્ગલનો (જીવન) ઉપકાર છે. એનો અર્થ એ કે એ નિમિત્ત છે. કાર્યમાં નિમિત્ત હોય તેને ઉપકારી કહેવાય પણ નિમિત્ત કર્તા છે એમ નથી. નિમિત્તને કારણ કહેવું એ અસભૂત વ્યવહારનયનું કથન છે. શાસ્ત્રમાં આવે છે કે આત્માને જે સુખ, દુઃખ, જીવન, મરણ થાય છે એમાં પુદ્ગલનો ઉપકાર છે. આત્માને શાતાવેદનીયના ઉદયકાળે શાતા થાય એમાં શરીર, મન, વાણી નિમિત્ત છે એથી પુદ્ગલનો ઉપકાર છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પંડિત સદાસુખદાસજીએ “અર્થપ્રકાશિકા'માં ઉપકારનો આ જ અર્થ કર્યો છે. ઉપગ્રહનો અર્થ કોઈનું ભલું કે ભૂરું કરે એમ નહિ; કોઈ કોઈનું ભલું કે ભૂડું શું કરે? ભલા-મૂંડાના જે ભાવ થાય છે એમાં પુદ્ગલ નિમિત્ત છે એટલે એનો ઉપગ્રહ કહેવામાં આવે છે. સુખદુઃખ આદિમાં પુદ્ગલ નિમિત્ત છે બસ એટલું. સુખદુ:ખની કલ્પના તો જીવ ઉપાદાનપણે થઈને પોતે કરે છે ત્યાં પુદ્ગલને નિમિત્ત જોઈ ઉપકાર કરે છે એમ કહેવામાં આવે છે. નિમિત્ત પરના કાર્યનો કર્તા છે એમ નથી.
જુઓ, પહેલાં એમ કહ્યું હતું કે ક્રોધાદિ ક્રિયા અને જાણનક્રિયા એ બે વસ્તુ ભિન્ન છે કારણ કે બન્નેના પ્રદેશ ભિન્ન છે, માટે તેમની સત્તા ભિન્ન છે. તેથી એક બીજામાં આધારઆધેય સંબંધ નથી. હવે કહે છે-બન્નેને અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે, અને તે કારણે બન્ને ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. અને એ રીતે બન્નેના સ્વભાવો ભિન્નભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આસ્રવની સચિવાળા ક્રોધાદિના પરિણામ અને આત્માના સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રના પરિણામ બને તદ્દન ભિન્ન વસ્તુઓ છે. હવે છેલ્લે સરવાળો કહે છે.
આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાદિકને) આધારઆધેયપણું નથી.'
રાગની રુચિનું પરિણમન એ અજ્ઞાન છે; એમાં જ્ઞાન નથી. રાગમાં જ્ઞાનનું કિરણ નથી. જેમ સૂર્યનું કિરણ જૈત-સફેદ હોય તેમ ભગવાન આત્માનું કિરણ (પરિણમન) જ્ઞાન અને આનંદમય હોય, રાગમય ન હોય. રાગ તો અજ્ઞાન છે, અંધકાર છે.
અરેરે! આવું મનુષ્યપણું મળ્યું અને આટલું ન સમજે તો ઢોરના અવતારમાં અને મનુષ્યના અવતારમાં કાંઈ ફેર નથી. અનંતી ચૈતન્યલક્ષ્મીનો-સ્વરૂપલક્ષ્મીનો પોતે ભંડાર છે, એની રુચિમાં કદી આવ્યો નહિ. અનાદિથી એ પૈસાના તથા બૈરીના રાગમાં સલવાઈ ગયોમૂર્છાઈ ગયો છે; એકલા પાપમાં ગરી ગયો છે. એને પુણ્યનાંય ક્યાં ઠેકાણાં છે? ભાઈ ! પુણ્યની રુચિને છોડી અંતરસ્વભાવની રુચિ જો ન કરી તો ભગવાન! તું ભવસમુદ્રમાં કયાંય ખોવાઈ જઈશ કે પત્તો નહિ લાગે. માટે પોતાની ચૈતન્યનિધિની રુચિ કરીને અંદર જા; વાદમાં મા પડ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com