________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૫ ]
कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं। कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि।।१४५ ।।
कर्म अशुभं कुशीलं शुभकर्म चापि जानीथ सुशीलम्।
कथं तद्भवति सुशीलं यत्संसारं प्रवेशयति।।१४५।। તોપણ [નાતિભેદ્ર-શ્વમેળ] જાતિભેદના ભ્રમ સહિત [વરત: ] તેઓ પ્રવર્તે છે-આચરણ કરે છે. ( આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું.)
ભાવાર્થ:- પુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધારૂપ જ છે. વ્યવહારદષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ-એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. ૧૦૧.
હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છે -
છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને ! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫.
ગાથાર્થઃ- [ કશુમં ] અશુભ કર્મ [ bશીનં] કુશીલ છે (-ખરાબ છે) [ પિ ૨] અને [ગુમ] શુભ કર્મ [ સુશીનમ] સુશીલ છે (-સારું છે) એમ [નાનીથ] તમે જાણો છો ! [ તત્] તે [ સુશીનં ] સુશીલ [56] કેમ [ મવતિ] હોય [ ] કે જે [સંસાર] (જીવન) સંસારમાં [પ્રવેશયતિ] પ્રવેશ કરાવે છે?
ટીકાઃ- કોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ-તફાવત છે (અર્થાત્ કારણ જુદાં જુદાં છે); કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે; કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભ ફળરૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ છે; કોઈ કર્મ શુભ (તારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ છે. માટે-જોકે (પરમાર્થે) કર્મ એક જ છે તોપણ-કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે (પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ ( અર્થાત્ વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છે –
શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદગલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com