________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ]
[ ૪૨૯
વીતરાગતા આવે છે? (ના; એમ નથી). આત્મા વીતરાગમૂર્તિ સદાય છે. આવા વીતરાગમૂર્તિ આત્મા અને કર્મ-રાગના ભેદજ્ઞાન વડે ચૈતન્યચમત્કારમાત્ર આત્મા ઉપલબ્ધ થાય છે. અહીં આત્માને ચૈતન્યચમત્કારમાત્ર કેમ કહ્યો? કારણ કે એની પૂર્ણ જ્ઞાનની પર્યાયમાં ત્રણકાળત્રણલોકને એક સમયમાં જાણે એવા મહાચમત્કારિક અનુપમ સામર્થ્યયુક્ત ઋદ્ધિવાળો આત્મા છે. માટે એને ચૈતન્ય ચમત્કાર કહ્યો છે. આવા આત્માની પ્રાપ્તિ ભેદવિજ્ઞાન વડે થાય છે. અહો ! ભેદવિજ્ઞાન અનંતા જન્મ-મરણનો નાશ કરી મુક્તિ પમાડે એવી મહા અલૌકિક ચીજ છે! ભાઈ ! ભેદવિજ્ઞાન વિના રાગની એકતાબુદ્ધિ તને ભવસમુદ્રમાં કયાંય ઊંડે ડૂબાડશે. ભવસમુદ્ર અપાર છે; એમાં ૮૪ લાખ યોનિ છે. રાગની એકતા કરી-કરીને એક એક યોનિને અનંતવાર સ્પર્શીને તે અનંત અનંત અવતાર કર્યા છે ભાઈ ! શુભરાગને જો તું ધર્મ વા ધર્મનું કારણ માને છે તો તારા ભવના અંત નહિ આવે ! માટે ભેદવિજ્ઞાન પ્રગટ કર.
અહીં કહે છે-ભેદવિજ્ઞાન વડે જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનનો અભાવ થતાં રાગદ્વેષ-મોહરૂપ આગ્નવભાવનો અભાવ થાય છે; આગ્નવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે.
લ્યો, રાગની એકતાના અધ્યવસાનનો અભાવ થવો, એનાથી આમ્રવનો અભાવ થવો, એનાથી કર્મનો અભાવ થવો, એનાથી નોકર્મ અને સંસારનો અભાવ થવો-એમ સંવરનો ક્રમ
ભાઈ ! અંદર આત્મા સદા અબદ્ધસ્વરૂપ-મુક્તસ્વરૂપ જ છે. ગાથા ૧૫ માં આવે છે કેજે કોઈ આત્માને શુદ્ધોપયોગ વડે અબદ્ધ-સ્પષ્ટ દેખે, અનન્ય એટલે નર-નારકાદિ અનેરી અનેરી અવસ્થા રહિત સામાન્ય દેખે, નિયત અર્થાત્ હાનિ-વૃદ્ધિરહિત એકરૂપ દેખે, અવિશેષ અર્થાત્ ગુણભેદ વિનાનો અભેદ દેખે, અને અસંયુક્ત અર્થાત પુણ્ય-પાપના કલેશરૂપ ભાવથી રહિત દેખે તે સકલ જૈનશાસનને દેખે છે. અહો ! વીતરાગભાવ એ જૈનશાસન છે. વીતરાગસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યને દેખવું એ જૈનશાસન છે, એ જ સંવર અને ધર્મ છે.
* ગાથા ૧૯૦ થી ૧૯૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
“જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે-ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે, અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ થાય છે, આગ્નવભાવથી કર્મ બંધાય છે, કર્મથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com