________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
થાય છે. અનાદિથી અજ્ઞાનદશામાં આ પ્રમાણે થાય છે તેની આ વાત કરી. હવે સમ્યગ્દર્શન થતાં શું થાય છે તે કહે છે:
‘પરંતુ જ્યારે ( તે આત્મા ), આત્મા અને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે-અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસ્રવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે;...'
શું કહ્યું ? કે અનાદિથી પર્યાય જે પ૨ તરફ વળેલી હતી તે પ૨થી-રાગથી ભિન્ન પડીને જ્યાં સ્વ તરફ વળી અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ઢળી ત્યાં તેને સમ્યગ્દર્શન થાય છે અને ત્યારે તેને હું ૫૨થી ભિન્ન છું એવું સાચું ભાન થાય છે અને તે જ ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાનમાં આત્માનાં સમ્યક્ પ્રતીતિ અને અનુભવ થાય છે. ત્યાર પછી ભેદજ્ઞાનના બળે જ અનુક્રમે અસ્થિરતાના રાગનો ત્યાગ કરી, સર્વસંગનો પરિત્યાગી થઈ અંદર ઠરે છે; ત્યારે તેને કર્મ બંધાતાં નથી, અને કર્મથી મુક્ત થઈને મોક્ષ પામે છે. લ્યો, આ ધર્મ અને ધર્મની રીત છે.
બાપુ ! ધર્મ કોઈ અદ્દભુત અલૌકિક ચીજ છે. ભલે શુભરાગ હો, પણ એનાથી ભેદજ્ઞાન કરીને સ્વભાવમાં એકાગ્રતા કરવી એનું નામ ધર્મ છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ વીતરાગદેવ આને ધર્મ કહે છે. આનાથી વિરુદ્ધ આત્માની એકાગ્રતા છોડી રાગમાં એકાગ્રતા કરવી એ તો મિથ્યાત્વરૂપી અધર્મ છે; શુભરાગમાં પણ એકાગ્રતા કરવી તે અધર્મ છે. આવું કઠણ પડે પણ ભાઈ! માર્ગ તો આ એક જ છે. શ્રીમદે કહ્યું છે ને કે- એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.'' ભેદજ્ઞાન એક જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે નહિ.
ભાઈ ! આ કોઈ વ્યક્તિનો માર્ગ નથી, વસ્તુનું સ્વરૂપ જ આવું છે. વસ્તુ આત્મા સદા વીતરાગી તત્ત્વ છે અને રાગ આસ્રવ તત્ત્વ છે. તે બન્નેમાં એકપણાની માન્યતા તે મિથ્યાત્વ છે. ભાઈ! કોઈ એમ માને કે શુભરાગ કરતાં કરતાં વીતરાગતા વા ધર્મ પ્રગટશે તો તેનો એ અભિપ્રાય મિથ્યા છે અને તેથી તે મિથ્યાદષ્ટિ છે.
જુઓ, આ કોઈ પક્ષની વાત નથી, તેમ કોઈ પક્ષના વિરોધની પણ વાત નથી. આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. અહીં કહે છે–જેને રાગની એકતાબુદ્ધિ છે તેને શરીરની પ્રાપ્તિ થશે અને તે સંસારમાં રઝળશે અને જેણે રાગથી ભિન્નતા કરીને આત્માની એકતા કરી છે તે ભેદજ્ઞાનીને આત્માની પ્રાપ્તિ થશે અને તે સંસારથી મુક્તિ પામશે.
અહાહા...! આત્મા અંદર ચૈતન્યચમત્કારમાત્ર વીતરાગમૂર્તિ પ્રભુ ૫રમાત્મા છે. આત્મા જો વીતરાગમૂર્તિ ન હોય તો પર્યાયમાં વીતરાગતા આવે કયાંથી? શું બહારથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com