________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]
[ ૨૦૩
થકા કર્મ કરતા નથી “ઘ' અને “નાત અમાવસ્ય વશ ન યાન્તિ' કયારેય પ્રમાદને વશ પણ થતા નથી.
આત્મા સદા જ્ઞાનાનંદ પરમાનંદસ્વરૂપી અંદર વિરાજમાન છે. તેનાં દષ્ટિ-જ્ઞાન અને રમણતારૂપે થવું-પરિણમવું તે જ્ઞાનરૂપ પરિણમન છે. અહીં કહે છે જે જીવો જ્ઞાનરૂપ પરિણમતા થકા કર્મ કરતા નથી તેઓ તરી જાય છે. ‘કર્મ કરતા નથી એટલે કે અનુભવ કાળે બુદ્ધિપૂર્વકનો રાગ હોતો નથી અને જ્ઞાનીને જે રાગ આવે છે તે રાગના કર્તાપણાનો તેને અભિપ્રાય નથી, તેનું સ્વામિત્વ નથી તેથી તે કર્મનો કર્તા નથી. રાગને તદ્દન વશ થઈને તે અશુભમાં (મિથ્યાત્વમાં) જતો નથી. આ પ્રમાણે સ્વરૂપમાં નિરંતર ઉદ્યમશીલ એવા તે જીવો પ્રમાદરહિત થઈને સંસારને તરી જાય છે. સ્વરૂપમાં જેઓ ઝુકેલા છે અને તેમાં જ ઉદ્યમી રહે છે, પ્રયત્નશીલ રહે છે તેઓ મોક્ષમાર્ગી છે અને તેઓ તરી જાય છે; બીજા કે જેઓ સ્વરૂપથી વિમુખ છે તેઓ તો મિથ્યાષ્ટિ છે અને સંસારમાં ડૂબેલા છે. આવી વાત છે.
* કળશ ૧૧૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
“અહીં સર્વથા એકાન્ત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે.'
જુઓ, નિશ્ચયથી લાભ થાય અને વ્યવહારથી–રાગથી પણ લાભ થાય એમ કેટલાક અનેકાન્ત કરે છે પણ તેમની એ માન્યતા એકાન્ત છે. વ્યવહારથી (-શુભભાવથી) બંધ જ છે અને નિશ્ચયથી-શુદ્ધ પરિણતિથી મોક્ષ છે-આનું નામ અનેકાન્ત છે. પણ શુદ્ધભાવ-સન્મુખતાથી પણ મોક્ષ થાય અને રાગથી પણ મોક્ષ થાય-એમ અનેકાન્ત નથી. એ તો મિથ્યા એકાન્ત છે. વળી રાગ-વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એવી માન્યતા પણ એકાન્ત છે. તે સર્વથા એકાન્ત હોવાથી મિથ્યાત્વ છે, તેથી તેનો અહીં નિષેધ કર્યો છે.
ત્યારે કોઈ કહે કે વ્યવહાર સાધન નથી એમ તમે કહો છો તો તેથી લોકો સ્વચ્છંદી થઈ
જશે.
અરે ભાઈ ! જેને ભવનો ભય છે અને અંતરમાં મુમુક્ષુતા પ્રગટી છે એ સ્વચ્છંદી કેમ થાય ! જેને આત્માની આરાધના પ્રગટી છે વા જે આત્માની આરાધનાના પ્રયત્નમાં વર્યા જ કરે છે તે સ્વચ્છંદી કેમ થશે? (નહિ થાય).
હવે કહે છે-“કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી અને વ્યવહાર દર્શનશાનચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છેતેનો પક્ષપાત કરે છે.'
જોયું? કેટલાક લોકો-પોતે પરમાનંદનો નાથ જ્ઞાતા-દષ્ટાસ્વરૂપ ભગવાન છે એવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com