________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
* કળશ ૧૧૧ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
ર્મનયાવસંવનપST: મના:' કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત્ કર્મનયના પક્ષપાતી ) પુરુષો ડૂબેલા છે, “યત' કારણ કે “જ્ઞાનં ૧ નાનન્તિ' તેઓ જ્ઞાનને જાણતા નથી.
જુઓ, કર્મ એટલે શુભભાવનું આલંબન લેનારા શુભકર્મના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે એટલે સંસારમાં ખૂંચેલા છે કેમકે તેઓ પોતે સદા ચૈતન્યમૂર્તિ ભગવાન છે એમ જાણતા નથી. અહા! રાગને અવલંબનારા પુરુષો રાગરહિત પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે અને જાણતા નથી, અનુભવતા નથી અને તેથી તેઓ ભવસમુદ્રમાં ડૂબેલા છે અર્થાત્ ભવસમુદ્રમાં ગોથાં ખાયા કરે છે. વળી કહે છે
જ્ઞાનનય-ષિM: પિ મના:' જ્ઞાનનયના ઇચ્છક (-પક્ષપાતી) પુરુષો પણ ડૂબેલા છે, “યત' કારણ કે “કતિસ્પષ્ટન્મઃ -૩ઘમ:' તેઓ સ્વચ્છેદથી અતિ મંદ ઉધમી છે.
જેઓ બહારથી માત્ર જ્ઞાનની વાતો કરે છે પણ દષ્ટિ અને રમણતા જ્ઞાનમાં એટલે અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં કરતા નથી એવા જ્ઞાનના પક્ષપાતીઓ પણ ભવસમુદ્રમાં ડૂબેલા છે અર્થાત્ સંસારમાં રખડે છે. તેઓ સ્વચ્છેદથી અતિ મંદ-ઉધમી છે. એટલે એકલા સ્વચ્છેદથી જ્ઞાનની વાતો કરે છે પણ સ્વરૂપની પ્રાપ્તિનો અંતરસન્મુખતાનો પુરુષાર્થ કરતા નથી તેથી નિરાધમી છે, પ્રમાદી છે; વિષય-કષાયમાં વર્તે છે અને સ્વસમ્મુખતા દ્વારા સ્વરૂપ-પ્રાપ્તિનો વિચાર સરખો પણ કરતા નથી. કળશટીકામાં લીધું છે કે “મંદ-ઉધમી' એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિચારમાત્ર પણ કરતા નથી. ખાલી જ્ઞાનની વાતો કરે છે, શુભથી દૂર રહે છે અને શુદ્ધનો વિચાર સરખો કરતા નથી તેઓ સ્વચ્છેદે પરિણમતા થકા અશુભમાં ચાલ્યા જાય છે અને ૮૪ ના અવતારમાં રઝળી મરે છે.
જેને દષ્ટિને અંદર ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર કરવા પ્રતિ વલણ હજુ થયું નથી અને માત્ર જે કોરી જ્ઞાનની આત્માની વાતો કરે છે તે પુરુષ મિથ્યાદષ્ટિ છે. વળી સ્વભાવમાં દૃષ્ટિની એકાગ્રતાનો વિચાર તો કરે છે પણ સ્વરૂપનો પ્રત્યક્ષ આસ્વાદ નથી તો તે પણ સમ્યકત્વસન્મુખ મિથ્યાષ્ટિ છે. બેય વાત છે ને? અહીં બે પ્રકારના જીવો લીધા છે-એક શુભરાગની ક્રિયાને ધર્મ માનનારા અને બીજા જ્ઞાનની માત્ર કોરી વાતો કરનારા. એક શુભરાગની અનેક ક્રિયાઓમાં રોકાઈ રહીને મિથ્યાત્વસહિત હોવાથી સંસારમાં ડૂબે છે અને બીજા પુરુષાર્થરહિત પ્રમાદી થઈને વિષય-કષાયમાં સ્વચ્છેદે વર્તતા થકા સંસાર સમુદ્રમાં ડૂબે છે.
હવે કહે છે-“તે વિશ્વસ્થ ઉપર તપત્તિ' તે જીવો વિશ્વના ઉપર તરે છે કે “યે સ્વયં સતતં જ્ઞાન ભવન્ત: ફર્મ ન દુર્વત્તિ' જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા-પરિણમતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com