________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]
[ ૧૯૭
અહીં કહે છે-જેને આત્મજ્ઞાન થયું છે તેને રાગમાંથી પ્રેમ ઊઠી ગયો છે, અને ભગવાન આત્માની રુચિ જાગી છે. પરંતુ હજુ એને અપૂર્ણતા-અસ્થિરતા છે, રાગની પૂર્ણ નિવૃત્તિ નથી. વીતરાગ ભગવાનને રાગની પૂર્ણ નિવૃત્તિ થઈ છે, મિથ્યાષ્ટિને ભગવાન આત્માની પૂર્ણ નિવૃત્તિ છે અને સાધકને કાંઈક રાગથી નિવૃત્તિ છે અને કાંઈક રાગમાં પ્રવૃત્તિ છે. જેટલી રાગથી નિવૃત્તિ છે તે મોક્ષનું કારણ છે અને જેટલી રાગમાં પ્રવૃત્તિ છે તેટલું બંધનું કારણ છે.
શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા, હજારો રાણીઓ હતી, હજારો રાજા એમની સેવા કરતા. એમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું, પણ નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું-એટલે હાલ નરકમાં છે. ત્યાંથી નીકળીને ભગવાન મહાવીરની જેમ તીર્થંકર થવાના છે. અત્યારે પહેલી નરકમાં ૮૪ હજાર વર્ષની સ્થિતિએ છે.
શ્રેણીક પહેલાં બૌદ્ધધર્મી હતા, જૈનના દ્રષી મિથ્યાષ્ટિ હતા. તેમની રાણી ચલણી સમકિતી જૈન ધર્મી હતી. એક વખતે શ્રેણીક રાજાએ જૈન મુનિની ડોકમાં મરેલો સાપ નાખ્યો. ઘેર આવીને મહારાણી ચેલણાને વાત કરી તો તે ખૂબ ખેદ પામી. ત્યારે રાજાએ કહ્યું, મુનિરાજે તો સાપ ક્યારનોય કાઢી નાખ્યો હશે. તો ચલણાએ કહ્યું-મહારાજ! એ તો મુનિને ઉપસર્ગ થયો, જૈન મુનિ તો ઉપસર્ગના સમયે ધ્યાનસ્થ રહે પણ ઉપસર્ગ દૂર કરવાની ચેષ્ટા ન કરે. બીજે દિવસે ખાત્રી કરવા બંને મુનિ પાસે ગયાં તો જોયું કે ગળામાં સર્ષ એમ જ હતો અને એના ઉપર કરોડો કીડીઓ ચઢી હતી. મુનિને શરીરનું લક્ષ જ ન હતું, એ તો આત્મધ્યાનમાં લીન હતા. શ્રેણીક રાજા તો જોઈને આભો જ બની ગયો અને વિચારવા લાગ્યો કે-આવો જૈન ધર્મ અને આવા મુનિ! ધન્ય મુનિદશા ! બન્નેએ મુનિનો ઉપસર્ગ દૂર કર્યો. ત્યાર પછી મુનિરાજના ધર્મોપદેશને પ્રાપ્ત થઈ શ્રેણીક સમકિત પામ્યા.
મુનિની વિરાધનાથી જે સાતમી નરકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બંધાયું હતું તે સ્થિતિ તોડી નાખી અને પહેલી નરકની ૮૪ હજાર વર્ષની સ્થિતિ બંધાઈ ગઈ. ગતિ તો રહી પણ આયુની સ્થિતિ ઘટી ગઈ. હાલ શ્રેણીકનો જીવ નરકમાં છે. અઢી હજાર વર્ષ ગયાં છે અને ૮૧૧ હજાર વર્ષ બાકી છે. ત્યાર પછી માતાના ગર્ભમાં આવશે તે અગાઉ ઇન્દ્રો સ્વર્ગથી આવીને એમની માતાની સેવા કરશે.
સમકિત થયા પછી શ્રેણીને ભગવાનની સભામાં જઈ દિવ્ય દેશના સાંભળી અને ત્યાં ક્ષાયિક સમકિત પામીને તીર્થકર ગોત્ર બાંધ્યું. આ શ્રેણીક રાજાને હજારો રાણીઓ હતી, હજારો રાજાઓ સેવા કરતા હતા, હીરાજડિત સિંહાસન પર બિરાજતા, ઇત્યાદિ પ્રકારે રાગ તો હતો પણ અંદર સાથે સમકિત પણ હતું. હું તો પૂર્ણાનંદનો નાથ છું, રાગ છે તે ચીજ મારી નથી, પર્યાયમાં અપૂર્ણતા છે એ પણ હું નથી એવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com