________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ]
[ ૩૭૫
નહિ પણ જ્ઞાન નહિ એટલે અજ્ઞાન એમ અર્થ છે. જ્ઞાનસ્વરૂપી આત્મા રાગમાં નહિ અને રાગ જ્ઞાનસ્વરૂપી આત્મામાં નહિ. જ્ઞાન (આત્મા) અને અજ્ઞાન (રાગ ) ભિન્ન ભિન્ન છે.
ભેદજ્ઞાન શું ચીજ છે એ જીવોએ સાંભળ્યું નથી; અને એના વિના ચારગતિમાં રખડવું મટે એમ નથી. નવતત્ત્વમાં દરેક તત્ત્વ ભિન્ન ભિન્ન છે. રાગ આસ્રવ છે અને આત્મા આનંદકંદ પ્રભુ જ્ઞાયક છે. તે બે વચ્ચે આધાર-આધેય સંબંધ નથી. વ્યવહારરત્નત્રયમાં આત્મા જણાય અને આત્મામાં વ્યવહારરત્નત્રય હોય એમ કદી છે નહિ. ધર્મની મૂળ ચીજ આ છે. રાગના આધારે આત્મા જાણવામાં આવે અને જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થાય એમ છે નહિ; કેમકે રાગની ઉત્પત્તિ પરલક્ષે થાય છે અને જ્ઞાનની પરિણતિ સ્વલક્ષે ઉત્પન્ન થાય છે. બન્નેની દિશા અને દશામાં ફેર છે. ૫ર તરફની દિશાથી રાગની દશા ઉત્પન્ન થાય છે જ્યારે સ્વ તરફની દિશાથી ધર્મની દશા ઉત્પન્ન થાય છે. ભાઈ ! ધર્મની દશાનો આશ્રય સ્વ છે, રાગ નહિ, પર નહિ. અહો ! ધર્મ કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે.
અહીં કહે છે-રાગ આધાર અને આત્મા આધેય કે આત્મા આધાર અને રાગ આધેય એમ છે નહિ. હજી તો આ સમ્યગ્દર્શન કેમ થાય એની વાત ચાલે છે. સમ્યગ્દર્શન વિના, આત્માના અનુભવ વિના ચારિત્ર ત્રણકાળમાં હોતું નથી. અજ્ઞાનીનાં વ્રત ને તપને ભગવાને (મૂર્ખાઈ ભર્યા) બાળવ્રત અને બાળતપ કહ્યાં છે. ભાઈ ! તું અનંતવાર સમોસરણમાં ગયો, ભગવાનની અનંતવાર પૂજા કરી, હીરાના થાળ, મણિરત્નના દીવા અને કલ્પવૃક્ષનાં ફૂલ વડે અનંતવાર ભગવાનની આરતી ઉતારી. પણ એ તો બધો શુભભાવ છે; એમાં ક્યાં આત્મા છે? આ બધું સમજવું પડશે હોં, નહિતર એમ ને એમ જીંદગી ચાલી જશે, અને મરીને કયાંય ઢોરમાં-તિર્યંચમાં ચાલ્યો જઈશ. કદાચિત્ કાંઈ પુણ્યભાવ થયો હશે તો મિથ્યાત્વ સહિત સ્વર્ગમાં જશે; પણ તેથી શું? મિથ્યાત્વનું પરંપરા ફળ તો નિગોદ જ છે.
આચાર્ય કુંદકુંદદેવ અતીન્દ્રિય આનંદના સ્વાદના રસિયા અનુભવી પુરુષ હતા. અહો ! ભાવલિંગી મુનિવરોને પર્યાયમાં પ્રચુર આનંદના સ્વાદનું વદન હોય છે. આચાર્યદવ ગાથા ૫ માં કહે છે-હું મારા નિજવૈભવથી સમયસાર કહીશ. ત્યાં નિજવૈભવ કેવો છે તેનું વર્ણન કરતાં કહે છે-“સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુર-સ્વસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે.' જુઓ આ ધર્મ અને આ મુનિપણું ! પંચમહાવ્રત પાળતા હતા અને નગ્ન હતા એમ ત્યાં ન કહ્યું, કારણ કે એ મૂનિપણું કયાં છે?
સમયસાર ગાથા ૭ર માં આત્માને “ભગવાન આત્મા” એમ ત્રણવાર આચાર્ય અમૃતચંદ્ર કહ્યું છે. અહાહા..! તું ભગવાન આત્મા છો ને? ભગવાન! તારા મહિમાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com