________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
કોઈ પાર નથી. નાના બાળકને જેમ એની મા પારણામાં ઝુલાવી એનાં વખાણ કરે છે અને સુવાડી દે છે તેમ અહીં આચાર્યદવ આત્માને “ભગવાન આત્મા” કહી અજ્ઞાનમાંથી જગાડે છે. કહે છે-જાગ રે જાગ, નાથ ! તું ત્રણલોકનો નાથ છે. તારી પુંજીમાં તો અનંત અનંત આનંદની લક્ષ્મી ભરી છે. આ સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો જે સ્વાદ આવે છે તે તારી ચૈતન્યપુંજીમાંથી આવે છે. એ (ચૈતન્યલક્ષ્મી) તારી પુંજી છે; આ ધૂળ (ધન) તે તારી પુંજી નહિ. આ શરીર–બરીર તો હાડકાંનો માળો છે. અને એમાં જે સડન-ગલનની ક્રિયાઓ થાય છે એ બધી જડની ક્રિયાઓ છે.
જુઓ, ક્રિયા ત્રણ પ્રકારની છે
૧. જડની ક્રિયા. આ ચાલવાની, બોલવાની, ખાવાપીવાની ઇત્યાદિ જે શરીરની ક્રિયા છે તે જડની ક્રિયા છે, આત્માની નહિ.
૨. વિભાવિક ક્રિયા. અંદર જે રાગાદિ પરિણમન છે તે વિભાવિક ક્રિયા છે. આ દુઃખરૂપ ક્રિયા છે. દયા, દાન આદિ રાગના પરિણામ દુઃખરૂપ છે.
૩. જ્ઞાનની ક્રિયા. રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં અંતર એકાગ્ર થવું તે જ્ઞાનની ક્રિયા છે. એમાં અતીન્દ્રિય આનંદ આવે છે. રાગથી ભિન્ન પડી આનંદના નાથ ઉપર દૃષ્ટિ પડતાં જે જ્ઞાનક્રિયા થઈ એમાં ભેગો શુદ્ધતાનો આનંદ આવે છે. રાગમાં આનંદ કયાં છે? સ્ત્રી કે પૈસામાં આનંદ કયાં છે ? (નથી ). રાગની ઉત્પત્તિ ન થાય એવી જ્ઞાનક્રિયામાં–જાણ નક્રિયામાં ભેગો આનંદ હોય છે, અને તે ધર્મીની ક્રિયા છે.
પ્રશ્ન- તો શું જીવોની દયા પાળવી તે ધર્મ નહિ?
ઉત્તર- રાગની ઉત્પત્તિ ન થવી અને જાણન-પર્યાય ઉત્પન્ન થવી એને ભગવાન સાચી દયા કહે છે. રાગની ઉત્પત્તિ થવી એ આત્માની અદયા છે, હિંસા છે. ધર્મીને દયા આદિ રાગ આવે છે પણ એ ધર્મ છે એમ નથી. (વ્યવહારથી–ઉપચારથી એને ધર્મ કહે છે એ જુદી વાત છે).
હવે આગળ કહે છે-“માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (રહેલું) છે તે, જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે.'
શું કહે છે? જ્ઞાન એટલે ભગવાન આત્મા અને જાણનક્રિયા એટલે ચૈતન્યની જાણવાની ક્રિયા. રાગથી ભિન્ન પડી સ્વરૂપના લક્ષે જે જાણનક્રિયારૂપ વીતરાગી આનંદની દશા થઈ તેમાં પોતાનું સ્વરૂપ પ્રતિષ્ઠિત છે અર્થાત્ તેમાં આત્મા છે એટલે કે આત્મા જણાય છે. તેથી જાણનક્રિયા તે આધાર છે અને આત્મા આધેય છે. અહાહા..! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષ સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદરૂપ જે પરિણતિ થઈ તેમાં આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com