________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
ધ્યાનમાં હતો તે ફરીને વિકલ્પમાં આવી જાય છે. શુદ્ધ ઉપયોગમાં ઝાઝો કાળ રહી શકાતું નથી એટલે રાગને જાણવાની દશામાં આવે છે ખરો; સ્વના જાણપણા પૂર્વક રાગને જાણવાની દશામાં આવે છે પણ રાગ કરવા જેવો છે એવો અભિપ્રાય નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે. સમકિતીને અભિપ્રાયમાં રાગ કર્તવ્ય નથી અને તેથી જે રાગનો અંશ ઉત્પન્ન થાય છે તેનાથી અલ્પ બંધ થાય છે. અલ્પ બંધ સંસારનું કારણ નહિ થતો હોવાથી અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.
અહાહા....! શાસ્ત્રની એક પણ કડી યથાર્થ સમજે તો તેના ખ્યાલમાં આવી જાય કે અંદર વસ્તુ શું છે? ભાઈ ! વસ્તુની દષ્ટિ થયા વિના ભલે શાસ્ત્રનો ઘણો અભ્યાસ હોય, અને લાખો માણસોને સમજાવવાની શક્તિ પણ હોય પણ એ કોઈ ચીજ નથી. પોતાના આત્માને પકડવાની અંતર્દષ્ટિ થવી તે ચીજ છે. આવો સૂક્ષ્મ માર્ગ છે; તેને ધીરજ અને શાન્તિથી અભ્યાસ કરી પ્રાપ્ત કરવો જોઈએ. અરે! લૌકિક કેળવણી પાછળ વર્ષોનાં વર્ષો કાઢી નાખે છે અને આ અભ્યાસ માટે એને નિવૃત્તિ મળતી નથી!
પ્રશ્નઃ- લૌકિક કેળવણી લેવાથી તો પૈસા કમાવાય છે ને?
ઉત્તર- ભાઈ ! પૈસા તો આવવાના હોય તો આવે, લૌકિક ભણે માટે આવે છે એમ નથી. લક્ષ્મી તો પુણ્યને લઈને આવે છે; દુનિયામાં ચતુર હોય, ખૂબ ભણેલો હોય એટલે લક્ષ્મી મળે છે એ વાતમાં કાંઈ તથ્ય નથી. અણઘડ અને અભણ હોય એવા પણ લાખો-કરોડોની સંપત્તિ કમાય છે. ધન મળવું એ કાંઈ પુરુષાર્થનું કાર્ય નથી, ધર્મ મળવો એ પુરુષાર્થનું કાર્ય છે અને એ જ કર્તવ્ય છે. ધનમાં શું ભર્યું છે? (ધનથી સુખ નથી, ધર્મ વડે સુખ છે ).
હવે કહે છે-“હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે છેઃ
જીવ શુદ્ધ સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યકત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે.' મિથ્યાત્વ નથી તેથી અનંત સંસારના કારણરૂપ બંધ થતો નથી કારણ કે મિથ્યાત્વ એ જ ખરેખર સંસાર છે. “તે બંધ જો કે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે,” અંદર નિર્વિકલ્પ ઠરવાનો ઉપદેશ છે.
કેવલજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે.” ખરેખર તો ત્રિકાળી શુદ્ધ વસ્તુ તે શુદ્ધનય છે. (સમયસાર ગાથા ૧૧). પરંતુ એનો આશ્રય કેવળજ્ઞાન પ્રગટ થતાં પૂર્ણ થઈ ગયો, હવે પછી આશ્રય લેવાનું રહ્યું નહિ એ અપેક્ષાએ કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે એમ કહ્યું છે. શુદ્ધનયનો (આશ્રયનો) અભાવ થયો ત્યારે સાક્ષાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com