________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
હો, હાથીનો દેહ હો કે મોટા મત્સ્યનો હજાર યોજનનો દેહ હો; પણ અંદર તો આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપે વિરાજી રહ્યો છે. અહીં કહે છે કે પુણ્ય-પાપના ભેદનું લક્ષ છોડીને પોતાના શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય કરતાં મોક્ષનો માર્ગ ઉત્પન્ન થાય છે. હવે આવી કલ્યાણની વાતને લોકો એકાન્ત કહે છે, શું થાય?
પ્રવચનસાર ગાથા ૭૭ માં કહ્યું છે કે પુણ-પાપમાં વિશેષ (-ફેર) કાંઈ નથી છતાં વિશેષ (-ફેર) છે એમ જે માને તે મોહથી ઢંકાયેલો થકો ઘોર સંસારમાં રખડે છે. આવું સ્પષ્ટ હોવા છતાં એની ગાથા ૪૫ માં “પુછતા અરહંતા' એમ જે પાઠ છે એનો “પુણ્યના ફળ તરીકે અરિહંતપદ મળે છે' એવો અર્થ કરે છે. અરે ભગવાન! ગાથાનું મથાળું તો જુઓ! ત્યાં એમ કહ્યું છે કે
અર્થવ સતિ તીર્થછતાં પુષ્પવિપાવોવિવિર –વધારયતિ' તીર્થકરને પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે એટલે કાંઈ કરતો નથી એમ નક્કી કરે છે. હવે આવે ચોકખો પાઠ છે. છતાં કોઈ પંડિતો પુણ્યના ફળમાં અરિહંતપદ મળે એમ કહે છે! ભારે વિચિત્ર! આમાં તો પુણ્યના અતિશય મળે એની વાત છે; પણ આત્માને એ પુણ્ય કાંઈ કરતું નથી એમ કહે છે. અરિહંતપદમાં જે સમોસરણની રચના, દિવ્યધ્વનિ, વિહાર વગેરે ક્રિયા છે એ પુણ્યનું ફળ છે, અતિશય છે. એ બધી ઉદયની ક્રિયા છે તે મોહાદિથી રહિત હોવાથી તેને ક્ષાયિકી કહી છે. મતલબ કે ક્ષણેક્ષણે જે ઉદયભાવ છે તે ક્ષણેક્ષણે નાશ પામે છે કેમકે ત્યાં મોહભાવ છે નહિ. એટલે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહી છે એ વાત ત્યાં કહી છે. તેમાં હવે પુણ્યના ફળમાં અરિહંતપદ મળે એવી વાતને કયાં અવકાશ છે ? (નથી).
હવે કહે છે-“સચવજ્યાલિનિનજ્યમાંવમવનતિ મોક્ષચ હેતુ: ભવન સમસ્ત કર્મનો ત્યાગ થતાં, સમ્યકત્વાદિ જે પોતાનો સ્વભાવ તે રૂપે થવાથી–પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું ‘નર્મ્સપ્રતિવદ્ધમ ઉદ્ધતસમ્’ નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત રસ પ્રતિબદ્ધ અર્થાત્ સંકળાયેલો છે એવું જ્ઞાનં સ્વયં ઘાવતિ' જ્ઞાન આપોઆપ દોડયું આવે છે.
પુણ-પાપના ભાવ જે વિભાવ છે તે સર્વનો ત્યાગ થતાં સમ્યકત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે પરિણમવાથી, નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉત્કટ રસ સંકળાયેલો છે તે જ્ઞાન આપોઆપ દોડયું આવે છે.
જુઓ, પુણ્ય-પાપનો જે રસ છે એ દુ:ખરૂપ ઝેરનો રસ છે, અને એના ત્યાગથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે તે પરમ અતીન્દ્રિય આનંદનો અમૃતરસ છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિષ્કર્મ અવસ્થા છે તે ઉત્કટ અતીન્દ્રિય આનંદના અમૃતરસથી સંબંધિત છે; પણ કર્મની (વ્યવહારરત્નત્રયની) અવસ્થા એનાથી સંબંધિત નથી કેમકે કર્મનો જે રસ છે એ તો ઝેરનો આકુળતામય રસ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com