________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૧ ]
[ ૮૫
બંધનું કારણ જે શુભાશુભ કર્મ તેનો એમાં અભાવ છે અને તેથી એને (-જ્ઞાનને) મોક્ષનું કારણપણું બને છે. આમ ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવનાં દષ્ટિ, જ્ઞાન અને રમણતા એ એક જ મોક્ષનું કારણ છે.
તો વ્યવહાર મોક્ષમાર્ગ પણ છે એમ આવે છે ને?
એનો ખુલાસો કર્યો છે ને મોક્ષમાર્ગપ્રકાશકમાં; કે- “મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પણ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી
છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે.'' વળી ત્યાં કહ્યું છે કે “સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો, પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ જાણવા મિથ્યા છે.'' લ્યો, આ વાત છે; નિશ્ચય મોક્ષમાર્ગ એક જ મોક્ષનું કારણ છે.
હવે કહે છે-“તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિ-માત્ર પરમાર્થ (-પરમ પદાર્થ) છે–આત્મા છે.'
શું કહ્યું? કે પુણ્ય-પાપરૂપ જે સમસ્ત કર્મ તે અન્ય જાતિ છે અને એનાથી ભિન્ન એક ચૈતન્યજાતિમાત્ર પરમાર્થ–પરમ પદાર્થ ભગવાન આત્મા છે. “પરમો’ એમ પહેલું પદ છે ને! નિશ્ચયથી પરમાર્થ કહેતાં પરમ પદાર્થ પરમાત્મસ્વરૂપ પ્રભુ આત્મા છે તે ચૈતન્યજાતિમાત્ર છે; અને એનું ચૈતન્યરૂપ પરિણમન એ મોક્ષનું કારણ છે અને તે પરમાર્થ છે.
અહાહા...! આ નિશ્ચય એ એક જ સત્ય છે, વ્યવહાર અસત્ય છે. ૧૧ મી ગાથામાં આવ્યું ને કે-“વ્યવહારો અમૂલ્યો મૂલ્યો સિવો સુદ્ધાગો'' ત્રિકાળી વસ્તુ, નિત્યાનંદ, ચિદાનંદ, પ્રભુ, વિકારથી રહિત, એક સમયની પર્યાયથી રહિત, ભગવાન પરમાનંદનો નાથ પરમ પદાર્થ ભૂતાર્થ છે તે શુદ્ધનય છે અને તે એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે; વ્યવહારઅભૂતાર્થના આશ્રયે નહિ. સમજાણું કાંઈ....?
વિદ્ધ-જનબોધક "માં ખૂબ લીધું છે કે વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય; પણ એ તો વ્યવહારનયથી કથન છે. ત્યાં પૂર્વ પર્યાયને સાધક કહી છે, મોક્ષનું કારણ કહી છે પણ એ તો બધું વ્યવહારનયનું કથન છે. ખરેખર તો ત્રિકાળી શુદ્ધ જે દ્રવ્યસ્વભાવ તે એકને આશ્રયે જ મોક્ષ થાય છે. છતાં પૂર્વવર્તી પર્યાયને મોક્ષનું કારણ કહેવું એ વ્યવહાર છે. નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાયને મોક્ષનું કારણ કહેવું એ પણ વ્યવહાર છે. મોક્ષનું-મોક્ષની પર્યાયનું વાસ્તવિક પરમાર્થ કારણ તો દ્રવ્યસ્વભાવ છે.
તો એમ શા માટે કહ્યું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com