________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
(શિરવરિળ) यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति। अतोऽन्यद्बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम्।।१०५ ।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્ધઃ- [વેત્ તત્ ધ્રુવન વેત જ્ઞાનાત્મા ભવનમ્ સામાતિ] જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે [વયં શિવશ્ય હેતુ:] તે જ મોક્ષનો હેતુ છે [યત: ] કારણ કે [તત્ સ્વયમ્ અપિ શિવ: તિ] તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે; [બત: અન્યત્] તેના સિવાય જે અન્ય કાંઈ છે [વશ્વસ્ય ] તે બંધનો હેતુ છે [યત:] કારણ કે [તત્ સ્વયમ્ પિ વશ્વ: તિ] તે પોતે પણ બંધસ્વરૂપ છે. [ તત:] માટે [ જ્ઞાનાત્મત્વ ભવનમ્] જ્ઞાનસ્વરૂપ થવાનું (-જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે [ કનુભૂતિઃ દિ] અનુભૂતિ કરવાનું જ [ વિદિત ] આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. ૧૦૫.
સમયસાર ગાથા ૧૫૩ : મથાળું
જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે
* ગાથા ૧૫૩ : ટીકા ઉપરનું પ્રવચન *
જ્ઞાન જ મોક્ષનો હેતુ છે.” જ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મા જ મોક્ષનો હેતુ છે કેમકે એ પોતે મોક્ષસ્વરૂપ છે. આત્મા પોતે મોક્ષસ્વરૂપ છે માટે તે મોક્ષનો હેતુ છે.
કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મોનો સદ્ભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે.'
જોયું? ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ પોતે મોક્ષસ્વરૂપ છે અને મોક્ષનું કારણ છે એવું જ્ઞાન નહિ હોવાથી અજ્ઞાનીઓ પોતે જ અજ્ઞાનરૂપ થયા છે. કોઈ કર્મે અજ્ઞાનરૂપ કર્યા છે. વા કર્મને લઈને અજ્ઞાનરૂપ થયા છે એમ નહિ, પણ પોતાના પરમેશ્વર ચૈતન્યઘન પ્રભુ આત્માનું ભાન નહિ કરવાથી પોતે જ અજ્ઞાનરૂપ થયા છે. એવા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રતના પરિણામ, નિયમના અભિગ્રાદિ ભાવ, શીલનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com