________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫૩
अथ ज्ञानाज्ञाने मोक्षबन्धहेतू नियमयति
वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता। परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विंदंति ।। १५३ ।।
व्रतनियमात् धारयन्तः शीलानि तथा तपश्च कुर्वन्तः । परमार्थबाह्या ये निर्वाणं ते न विन्दन्ति ।। १५३ ।।
જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે
છેઃ
વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, ૫રમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩.
ગાથાર્થ:- [ વ્રતનિયમાન્] વ્રત અને નિયમો [ધારયન્ત: ] ધારણ કરતા હોવા છતાં [ તથા] તેમ જ [શીતાનિ ચ તપ: ] શીલ અને તપ [ર્વન્ત: ] કરતા હોવા છતાં [યે] જેઓ [ પરમાર્થવાઘા: ] ૫૨માર્થથી બાહ્ય છે ( અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી ) [ તે ] તેઓ [નિર્વાણ ] નિર્વાણને [ન વિન્પત્તિ ] પામતા નથી.
ટીકાઃ- જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (−જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્દભાવ (હયાતી ) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્દભાવ હોવા છતાં મોક્ષનો સદ્દભાવ છે.
ભાવાર્થ:- જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઇ મોક્ષનાં કારણ નથી, જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે; અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભકર્મો હોવા છતાં તે બંધને પામે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com