________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
(મન્વાòાન્તા)
रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः। स्फारस्फारैः स्वरसविसरै: प्लावयत्सर्वभावानालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।। १२४।।
સમુહને ( અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યકિતઓને ) અલ્પ કાળમાં સમેટીને, [ પૂર્ણ જ્ઞાન-ધન-ગોધમ્ મ્ અવતં શાન્ત મહ:] પૂર્ણ, જ્ઞાનવનના પુંજરૂપ, એક, અચળ, શાંત તેજને-તેજઃપુંજને- [ પશ્યન્તિ ] દેખે છે અર્થાત્ અનુભવે છે.
ભાવાર્થ:- શુદ્ઘનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરિનિમત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે અને તેથી પિરણિત શુદ્ઘનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર-સ્થિર-થતી જાય છે. એ પ્રમાણે શુદ્ઘનયનો આશ્રય કરનારા જીવો અલ્પ કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને, શુદ્ઘનયમાં (આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ઘનયનું આવું માહાત્મ્ય છે. માટે શુદ્ઘનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઊપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવોએ શુદ્ઘનય છોડવાયોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૧૨૩.
હવે, આસ્રવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય
કહે છે:
શ્લોકાર્થ:- [નિત્ય-૩દ્યોત] જેનો ઉધોત (પ્રકાશ) નિત્ય છે એવી [ક્િસપિ પરમં વસ્તુ] કોઈ ૫૨મ વસ્તુને [અન્ત: સમ્પશ્યત: ] અંતરંગમાં દેખનારા પુરુષને, [ રાવીનાં આસ્રવાળાં] રાગાદિક આસ્રવોનો [જ્ઞનિતિ] શીઘ્ર [ સર્વત: અપિ] સર્વ પ્રકારે [વિમાત્] નાશ થવાથી, [ yતત્ જ્ઞાનન્] આ જ્ઞાન [ઉન્મત્તમ્ ] પ્રગટ થયું- [ રê: ] કે જે જ્ઞાન અત્યંત અત્યંત ( –અનંત અનંત) વિસ્તાર પામતા [ સ્વરસવિસરે: ] નિજરસના ફેલાવથી [ ઞ-જોઅન્તાત્] લોકના અંત સુધીના [ સર્વમાવાન્] સર્વ ભાવોને [ખાવયત્] તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે છે, [અવનમ્] જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટયા પછી સદા એવું ને એવું જ રહે છે–ચળતું નથી, અને [ અતુi] જે જ્ઞાન અતુલ છે અર્થાત્ જેના તુલ્ય બીજું કોઈ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com