________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૬૦ ]
[ ૧૬૩
વડે આચ્છાદિત-ઢંકાયેલું છે એમ સમજવું. ભાવકર્મ છે એ ભાવઘાતી છે અને દ્રવ્યઘાતી કર્મ છે એ તો જડ છે, ૫૨ છે. શું ૫૨દ્રવ્ય આત્માને રોકે? (ના). પોતાનો અપરાધ જે ભાવકર્મ તે એને રોકે છે. ભાવકર્મ એનું વેરી છે. ૫૨ એને ભલું માને અને પોતાનું સ્વરૂપ માને એ જ મહા અપરાધ છે. ઝીણી વાત, બાપા!
ભાઈ ! આવો મનુષ્યદેહ મળ્યો અને એમાં વીતરાગ માર્ગને-ભગવાન જિનેશ્વરદેવના પંથને ન ઓળખ્યો તો જન્મ-મરણના આંટા નહિ મટે. જેમ વંટોળિયે ચઢેલું તણખલું કાં જઈને પડે તે નક્કી નથી તેમ અજ્ઞાનના પંથે ચઢેલો જીવ કાગડે-કૂતરે કંથવે-કયાં જઈને પડશે બાપુ! એ વિચારવા જેવું છે. ભગવાન! તું જન્મ-મરણની ચક્કીમાં આજ સુધી પીસાઈને મરી ગયો છે. વર્તમાનમાં કાંઈક બહારમાં સંજોગો ઠીક હોય, શરીર ઠીક હોય, બાયડી-છોકરાં અનુકૂળ હોય અને પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય એટલે જાણે કે ઠીક છે પણ ધૂળેય ઠીક નથી, સાંભળને. એ તો બધી પર ચીજ છે. અનંત જ્ઞાન-દર્શનની લક્ષ્મીથી ભરેલો ભગવાન તું છે એની તને રુચિ નથી અને આ પ૨ની-ધૂળની રુચિ છે તો કહીએ છીએ કે તું અબજોપતિ હોય તોય ભિખારો છે. અરે ભગવાન! આ સર્વને દેખનાર-જાણનારનો સ્વામી ન થતાં તું જડનો (ધૂળનો ) સ્વામી થયો !
અહીં કહે છે-ભગવાન! તું રાગમાં રોકાયો છે એ તારો અપરાધ છે; કોઈ (જડ) કર્મનો દોષ નથી. આમ અનાદિથી અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે તેથી પોતાના
સંપૂર્ણ સ્વરૂપને જાણતો નથી. જોયું? ૫૨ને-સર્વને જાણતો નથી એમ નહિ પણ પોતાનું જે સ્વ૫૨ને જાણવા-દેખવારૂપ સંપૂર્ણ સ્વરૂપ તેને જાણતો નથી એમ કહે છે. સ્વ-૫૨ને સર્વને જાણવા–દેખવાનો જેનો સ્વભાવ છે તે જાણનારો જાણનારને પોતાને જાણતો નથી; અને એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આચાર્યદેવ ન્યાયથી તો વાત કરે છે; પણ સમજવું હોય એને ને? ભાઈ ! મારી-મચડીને ગમે તેમ કોઈ વાત કરે એ કાંઈ વસ્તુ નથી. આ ન્યાયથી સિદ્ધ
થયેલી વાત છે.
સમ્યગ્દર્શનમાં જેવું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ છે તેવી જ પ્રતીતિ થાય છે. કેવળજ્ઞાન આદિ ભલે પછી પ્રગટ થશે પણ વર્તમાનમાં સમ્યગ્દષ્ટિને અનંતગુણનો પિંડ સદાય સ્વ-૫૨ને સર્વને જાણવા-દેખવાના સ્વભાવે રહેલો પરિપૂર્ણ ભગવાન આત્મા પ્રતીતિમાં આવેલો હોય છે. હું મારામાં પરિપૂર્ણ છું એવું સમકિતીને યથાર્થ શ્રદ્ધાન હોય છે. રાગને કે અલ્પજ્ઞ પર્યાયને પોતાની માનતો નથી અર્થાત્ એ પર્યાય જેવડો હું છું એમ તે માનતો નથી.
જુઓ, સમકિતીના ચોથા ગુણસ્થાનની આ વાત છે. ભગવાન! હજુ સમ્યગ્દર્શન (ચોથા ગુણસ્થાન )નાં ઠેકાણાં નથી ત્યાં વ્રત, તપ ને ચારિત્ર કયાંથી આવી ગયાં? એકડા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com