________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
એ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે વર્તે છે” એટલે ? સર્વજ્ઞ-સર્વદર્શી-સર્વને (સ્વપરને) જાણવા-દેખવાના સ્વભાવવાળો પોતે પોતાને જાણવામાં નહિ પ્રવર્તતાં રાગને-પરને જ જાણવામાં પ્રવર્તે છે તે અજ્ઞાનભાવ છે. રાગ પોતે જ અજ્ઞાનમય ભાવ છે ને? તેમાં રોકાઈ રહી પ્રવર્તવું તે અજ્ઞાનભાવરૂપ પ્રવર્તન છે. અહા ! જ્ઞાનસ્વભાવી પોતાના ભગવાનને દેખતોજાણતો નથી તે મિથ્યાદર્શન છે, અજ્ઞાન છે. હવે કહે છે
“તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.” જુઓ આ સિદ્ધ કર્યું કે વ્રત, તપ, ભક્તિ, દાન, શીલ, પૂજા ઇત્યાદિના શુભભાવરૂપ જે કર્મ તે બંધસ્વરૂપ છે. અહીં કર્મ એટલે રાગરૂપ કાર્યની વાત છે, જડ પુલકર્મની વાત નથી. પોતે બંધસ્વરૂપ હોવાથી વ્રતાદિ કર્મ નિષેધવામાં આવ્યું છે. હવે આવી વાત શુભભાવ વડે ધર્મ થવાનું માનતા હોય એમને આકરી પડે એવી છે. બે પાંચ ઉપવાસ કર્યા, આહારપાણીનો ત્યાગ કર્યો અને રસ છોડ્યા હોય એટલે માને કે થઈ ગયો ધર્મ. એમાં ધૂળેય ધર્મ નથી, સાંભળને ભાઈ ! એ તો બધી રાગની ક્રિયા બંધસ્વરૂપ છે અને એમાં તું ધર્મ માને છે તે મિથ્યાત્વ છે. ભગવાને તો કર્મ પોતે જ બંધસ્વરૂપ હોવાથી મોક્ષમાર્ગમાં નિષેધ્યું છે.
આવે છે ને પચીસ પ્રકારના મિથ્યાત્વ? અધર્મને ધર્મ માને તો મિથ્યાત્વ, ધર્મને અધર્મ માને તો મિથ્યાત્વ, સાધુને કુસાધુ માને તો મિથ્યાત્વ અને કુસાધુને સાધુ માને તો મિથ્યાત્વ, ઇત્યાદિ. પણ એને ખબર ક્યાં છે કે મિથ્યાત્વ કોને કહેવું અને સાધુ કોને કહેવાય? અહીં તો આ સ્પષ્ટ વાત છે કે પોતે જ બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. આ તો બાર અંગનો સાર છે. શુભરાગ બંધસ્વરૂપ હોવાથી તેને નિષેધવામાં આવ્યો છે. શુભભાવ કાંઈ ધર્મ નથી, એટલે કે અધર્મ છે. આકરી લાગે પણ સત્ય વાત છે, બાપા! બંધસ્વરૂપ કહો કે અધર્મસ્વરૂપ કહો, બન્ને એક જ વાત છે. સમજાણું કાંઈ...
* ગાથા ૧૬૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
અહીં પણ “જ્ઞાન” શબ્દથી આત્મા સમજવો.'
પાઠમાં જ્ઞાન શબ્દ છે ને? એ જ્ઞાન એટલે આત્મા અર્થાત્ આત્મપદાર્થ.
“જ્ઞાન અર્થાત આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડ આચ્છાદિત છે. અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે.'
અહીં કર્મ વડ આચ્છાદિત છે એમ કહ્યું ત્યાં આત્મદ્રવ્ય પુણ્ય-પાપરૂપ ભાવકર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com