________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
વિનાનાં મીંડાની સંખ્યા કયાંથી થઈ ગઈ ? અહીં તો કહે છે કે વ્રતાદિના રાગમાં રોકાઈ રહેવાથી તે સંપૂર્ણ પોતાના સ્વરૂપને જાણતો નથી અને એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. રાગમાં રોકાઈ રહે એ મિથ્યાદષ્ટિ છે; એને કોઈ સાચાં વ્રત, તપ, ચારિત્ર હોઈ શકતાં નથી. વાત આકરી લાગે પણ આ સત્ય વાત છે. હવે કહે છે
આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડ લિસ હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.'
અહાહા...! કેવળ એકલો જ્ઞાનસ્વરૂપ, પ્રજ્ઞાબ્રહ્મ, જ્ઞાનની મૂર્તિ એકલો જ્ઞાનનો રસકંદ ભગવાન આત્મા સદા મુક્તસ્વરૂપ જ છે. કેવળ દેખવા-જાણવાના સ્વરૂપે છે એમાં બંધ કયાંથી હોય? ભગવાન આત્મા પોતે અબંધસ્વરૂપ જ છે. બંધની સામે લેવું છે ને? આવો કેવળજ્ઞાન સ્વરૂપ વા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડ પુણ્ય-પાપના ભાવ વડ લિસ હોવાથી અજ્ઞાનરૂપ વા બંધરૂપે વર્તે છે, રાગમાં અજ્ઞાનપણે વર્તે છે. માટે એમ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. પોતે (કર્મ) બંધસ્વરૂપ હોવાથી કર્મનો-શુભાશુભભાવનો નિષેધ કરવામાં આવ્યો છે.
જુઓ, આત્માના સંબંધમાં ભેખ બે પ્રકારના છે–એક જડકર્મનો ભેખ એ અજીવ બંધ છે, દ્રવ્યબંધ છે, બીજો રાગનો ભેખ એ જીવબંધ છે, ભાવબંધ છે. ભાવબંધ છે એ ચેતનનો વિકારી ભેખ છે.
કર્મથી પૂર્ણ છૂટવું એ દ્રવ્યમોક્ષ છે. અને ભાવથી-અપૂર્ણતા અને રાગથી પૂર્ણ છૂટી જવું એ ભાવમોક્ષ છે. મોક્ષ છે એ પણ આત્માનો એક ભેખ છે. દ્રવ્ય છે એ ત્રિકાળી છે અને મોક્ષ છે એ એનો પર્યાયરૂપ ભેખ છે. મોક્ષની પર્યાય છે એ કાંઈ દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ નથી. તથાપિ મોક્ષ છે તે પૂર્ણ નિર્વિકાર ચૈતન્યમય પર્યાય હોવાથી તે આત્માનો વાસ્તવિક ભેખ છે તેથી તેનો નિષેધ નથી. (પ્રગટ કરવાની અપેક્ષાએ વાત છે).
અહીં તો એણે જે અનાદિથી બંધનો ભેખ ધારણ કર્યો છે એની વાત છે. અહા ! અબંધસ્વરૂપ સર્વજ્ઞાની-સર્વદર્શી એવો પોતે પોતાને જાણતો નથી કેમકે એ કર્મ અને રાગને જાણવામાં રોકાઈ ગયો છે. બીજી રીતે કહીએ તો રાગ જે પરય છે તે જાણે પોતાનું જ્ઞય હોય, સ્વજ્ઞયરૂપ હોય તેમ રાગ છે તે હું છું એમ માની બેઠો છે. તેથી પોતાનું ત્રિકાળી જ્ઞાન-દર્શનમય અબંધ તત્ત્વ એની દષ્ટિમાં આવતું નથી. આ જ એનો મિથ્યાત્વનો મહા અપરાધ છે. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.
શુભભાવ છે એ બંધસ્વરૂપ છે, પોતે બંધઅવસ્થારૂપ છે. ખરેખર તો એ જ્ઞાનનું શયમાત્ર છે પણ એમ ન માનતાં અજ્ઞાની એ હું છું એમ માની એમાં રોકાઈ રહે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com