SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ્ઞાનમ દિ' જ્ઞાનમાં આચરણ કરતું-રમણ કરતું-પરિણમતું જ્ઞાન જ “પsi' તે મુનિઓને શરણ' શરણ છે. લ્યો, આ આચરણ અને આ શરણ. જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં ચરવું-રમવું તે આચરણ અને શરણ છે. ભાઈ ! શુભભાવરૂપ આચરણ છે એ તો ઝેર છે, કેમકે તે અમૃતસ્વરૂપ ભગવાન આત્માથી વિરુદ્ધ છે અને બંધનું સાધન છે. તેથી મુનિઓ શુભાચરણરૂપ કર્મનો નિષેધ કરીને અંતરમાં નિર્વિકલ્પ આનંદરૂપી અમૃતનું વેદન કરે છે. આ જ મુનિનું સાચું આચરણ છે. વાત આકરી પડે, પણ થાય શું બાપું? આની સમજણ અને એનું શ્રદ્ધાન પ્રથમ કરવું પડશે, અનુભવ તો પછી થશે અને અંદર સ્થિરતારૂપ ચારિત્રની વાત તો એ પછીની છે. અહો ! મુનિની ચારિત્રદશા-અનુભવની સ્થિરતારૂપ દશા કોઈ અલૌકિક છે. ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવે નિયમસારમાં એક કળશમાં (કળશ ૨૫૩) ત્યાં સુધી કહ્યું છે કે-અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા-રમતા એવા મુનિ અને સર્વજ્ઞ-વીતરાગદેવમાં જે અંતર-તફાવત જુએ છે તે જડ છે. અહા ! આવી વીતરાગી આનંદમય ચારિત્ર દશા છે. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે કે-મુનિ જે પોતાના (-આત્માના) આનંદમાં રમે છે એ એનું મોક્ષમાર્ગરૂપ આચરણ છે, પણ એને જે પંચમહાવ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તે જગપંથ છે (સંસારમાર્ગ છે). ભાઈ ! ચારિત્રદશા એ અંતરની ચીજ છે. તો બનારસીદાસ અને ટોડરમલ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા એમ લોકો કહે છે તે શું છે? લોકોને અધ્યાત્મતત્ત્વની ખબર નથી અને એકલા શુભભાવમાં ધર્મ છે એમ માને છે તેથી તેઓ ગમે તે કહે. અરે! સ્વભાવને છોડીને શુભાભાવની લાલચમાં ફસાઈ રહેલા તેઓ પરિભ્રમણના પંથે છે. અહીં કહે છે ભગવાન! તને ખબર નથી. તું શિવનગરીનો રાજા અનંતગુણની ખાણ પ્રભુ ચૈતન્યરત્નાકર છો. એમાં એકાગ્ર થતાં એક એક ગુણની અનંત નિર્મળ પર્યાયો નીકળે એવી તારી ચીજ છે. આવા અનંત ગુણ-રત્નોથી ભરેલો પ્રભુ તું આત્મા છો. હવે બે સરખાઈની બીડી પીવે ત્યારે તો ભાઈ સાહેબને પાયખાનામાં દસ્ત ઉતરે, આવાં જેનાં અપલક્ષણ એને કહીએ કે તું ચૈતન્યરત્નાકર છો તે એને ગળે કેમ ઉતરે? અરે! શુભભાવની આદત પડી ગઈ છે તેને પોતે ચૈતન્યરત્નાકર છે એ કેમ બેસે? અહીં કહે છે-ભગવાન આત્મા ચૈતન્યના રત્નોનો સમુદ્ર છે. એમાં એકાગ્ર થઈને આચરણ કરતાં-રમણતા કરતાં વીતરાગી આનંદનો અનુભવ કરનારા મુનિઓને પોતાના આત્માનું શરણ છે. અહાહા...! રાગનો નિષેધ કરીને અંતરમાં ડૂબી જતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy