________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૯ ]
[ ર૬૧
પ્રત્યયો પણ અજીવ અને શેય છે. જેમાં માટીનાં ઢેફાં પુદ્ગલસ્કંધો છે તેમ એ પ્રત્યયો પણ તેવા જ સ્કંધો છે.
વળી કહે છે-“તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કામણ શરીર સાથે બંધાયેલા છેસંબંધવાળા છે, જીવ સાથે નહિ.”
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના પરમાણુઓ જેઓ જડ અચેતન છે તે માત્ર કાર્પણ શરીર સાથે બંધાયેલા છે, જીવ સાથે નહિ. મિથ્યાત્વાદિ જડ પ્રત્યયોને આત્મા સાથે સંબંધ નથી. વળી પર્યાયમાં દ્રવ્યકર્મ સાથે જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેને જ્ઞાનીએ તોડી નાખ્યો છે. એટલે દ્રવ્યકર્મને પુદગલ કાર્પણ શરીર સાથે જ સંબંધ છે. સદાય ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માને તો દ્રવ્યકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ; અને આવા આત્માની જેને દૃષ્ટિ થઈ છે એવા જ્ઞાનીએ પર્યાયમાં જે નિમિત્તપણાનો સંબંધ છે તે તોડી નાખ્યો છે. તેથી સમકિતીને મિથ્યાત્વ પ્રકૃતિ કદાચ સત્તામાં હોય તોપણ તે પ્રકૃતિના પરમાણુને કાર્પણ શરીર સાથે સંબંધ છે, જીવ સાથે નહિ. જ્ઞાનીને દ્રવ્યાન્સવો સાથે સંબંધ છે જ નહિ. હવે કહે છે
માટે જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે.”
જેમ શરીર, વાણી, સ્ત્રી-કુટુંબ-પરિવાર આદિ પર પદાર્થ પર જ છે, એની સાથે આત્માને કાંઈ સંબંધ નથી તેમ જ્ઞાનીને દ્રવ્યાસવોથી કાંઈ સંબંધ નથી. પર ચીજ પોતપોતાના કારણે દ્રવ્ય-ગુણપણે કાયમ રહીને પર્યાયમાં બદલીને રહી છે. શરીર પોતાના દ્રવ્ય-ગુણમાં પોતાની પર્યાય કરી રહ્યું છે; બીજા આત્માઓ, બીજા શરીરો કે પુદ્ગલો પોતપોતાના દ્રવ્યગુણમાં પોતપોતાની પર્યાય કરી રહેલાં છે. કાર્પણ શરીર છે તે પણ પોતાના દ્રવ્ય-ગુણપર્યાયમાં રહેલું છે. કર્મ-પરમાણુઓ કાંઈ આત્માની પર્યાયમાં આવ્યા નથી. ભાઈ ! આત્માને અને પર દ્રવ્યોને કોઈ સંબંધ છે જ નહિ. માટે જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્માનો જેને આશ્રય થયો છે તે જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે કેમકે પરમાણુઓનો સંબંધ જડ સાથે જ છે.
સવારે ભેદભેદરત્નત્રય મોક્ષનું કારણ છે એમ આવ્યું હતું ને? એનો ખુલાસો
જુઓ, ભેદરત્નત્રય છે તે રાગ છે. શુદ્ધ ચિદાનંદઘન ભગવાન આત્માના આશ્રયે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ પ્રગટ થયાં છે એવા નિશ્ચયદષ્ટિવંતને ભેદરત્નત્રયરૂપ શુભરાગ આવે છે. તેને નિશ્ચય અભેદરત્નત્રયનો સહકારી જાણીને વ્યવહાર મોક્ષનું કારણ કહ્યું છે. ભેદરત્નત્રય રાગ હોવાથી છે તો બંધનું જ કારણ, પરંતુ વાસ્તવિક મોક્ષનું કારણ જે અભેદ રત્નત્રય તેના સહુચરપણે એવો જ રાગ હોય છે તેથી આરોપ આપીને તેને વ્યવહાર મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. અભેદરત્નત્રય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com