________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
(૩૫નાતિ) भावास्रवाभावमयं प्रपन्नो
द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयैकभावो निरास्रवो ज्ञायक एक एव ।। ११५ ।।
શ્લોકાર્થ:- [ભાવાાવ-માવત્ પ્રપન્ન: ] ભાવાસવોના અભાવને પામેલો અને [દ્રવ્યાન્નવેમ્સ: સ્વત: વ મિન્ન: ] દ્રવ્યાસવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો [ અયં જ્ઞાની] આ જ્ઞાની– [સવા જ્ઞાનમય—y—ભાવ: ] કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે- [નિરાસ્રવ: ] નિરાસ્રવ જ છે, [yō: જ્ઞાય: વ] માત્ર એક જ્ઞાયક જ છે.
*
ભાવાર્થ:- રાગદ્વેષમોહસ્વરૂપ ભાવાસવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસવથી તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે કારણ કે દ્રવ્યાસવ પુદ્દગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવાસવ તેમ જ દ્રવ્યાસવનો અભાવ હોવાથી તે નિરાસ્રવ છે. ૧૧૫.
*
સમયસાર ગાથા ૧૬૯ : મથાળુ
હવે, જ્ઞાનીને વ્યાસવનો અભાવ છે એમ બતાવે છેઃ
* ગાથા ૧૬૯ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્દગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે.’
જુઓ, શું કહે છે ? કે રાગની એકત્વબુદ્ધિથી ઉત્પન્ન થતો અજ્ઞાનભાવ અને અજ્ઞાનપૂર્વકના રાગ-દ્વેષ બંધનું કારણ બને છે. પુણ્ય-પરિણામને કરવું એ જ્ઞાતા-દષ્ટાસ્વભાવી ભગવાન આત્માનો સ્વભાવ નથી; એ તે અજ્ઞાનભાવ છે અને તે-પૂર્વકના કષાયભાવ મિથ્યાત્વાદિના બંધનું કારણ થાય છે.
પણ જેણે રાગથી પોતાના જ્ઞાયકતત્ત્વને ભિન્ન પાડયું અને પર્યાયમાં જ્ઞાન અને આનંદનો સ્વાદ લીધો છે એવા ધર્મીને પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા જે જડ પ૨માણુઓદર્શનમોહનો થોડો અંશ અર્થાત્ સમ્યકમોહનીયના રજકણો જે ક્ષયોપશમ સમકિત પ્રગટ થયું છે છતાં હોય તે, તથા અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસવભૂત પ્રત્યયો છે; પણ તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્દગલપરિણામવાળા હોવાથી તેને માટીનાં ઢેફાં સમાન છે. જેમ માટીનાં ઢેફાં અજીવ છે, શેય છે તેમ એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com