________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬૯
अथ ज्ञानिनो द्रव्यास्रवाभावं दर्शयति
पुढवीपिंडसमाणा पुव्वणिबद्धा दु पच्चया तस्स। कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स।। १६९ ।।
पृथ्वीपिण्डसमानाः पूर्वनिबद्धास्तु प्रत्ययास्तस्य। कर्मशरीरेण तु ते बद्धाः सर्वेऽपि ज्ञानिनः।। १६९ ।।
હવે, જ્ઞાનીને દ્રવ્યાન્સવનો અભાવ છે એમ બતાવે છે:
જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને, છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯.
ગાથાર્થ- [ તસ્ય જ્ઞાનિન: ] તે જ્ઞાનીને [પૂર્વનિવર્ધી: તુ] પૂર્વે બંધાયેલા [ સર્વે કર] સમસ્ત [પ્રત્યયઃ] પ્રત્યયો [પૃથ્વીuિષ્કસમાના: ] માટીના ઢેફાં સમાન છે [1] અને [તે] તે [ #ર્મશરીરે ] (માત્ર) કાર્મણ શરીર સાથે [ વહ્વા: ] બંધાયેલ છે.
ટીકાઃ- જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાઍવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીના ઢેફાં સમાન છે (-જેવા માટી વગેરે પુદગલન્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે); તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે–સંબંધવાળા છે, જીવ સાથે નહિ; માટે જ્ઞાનીને દ્રવ્યાન્સવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે.
ભાવાર્થ- જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાગ્નવભૂત પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદ્ગલમય કાર્પણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાન્સવનો અભાવ તો સ્વભાવથી જ છે. વળી જ્ઞાનીને ભાવાન્સવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસ્રવો નવાં કર્મના આસ્રવણનું કારણ થતાં નથી તેથી તે દષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આસ્રવનો અભાવ છે.)
હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com