________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૫ ]
જ્ઞાનનું ભવન (–પરિણમન ) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે.’
જુઓ, આ નિષ્કર્ષ-સાર કાઢયો કે–સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આનંદકંદ પ્રભુ આત્માનું જ ચૈતન્યમય પરિણમન છે. મહાવ્રતના જે પરિણામ છે એ તો વિજાતીય છે, અચેતન છે કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી. આ નગ્ન દશા અને ૨૮ મૂલગુણનો વિકલ્પ અજીવ છે કેમકે તે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માથી વિરુદ્ધ જાતિના ભાવ છે. વસ્ત્રવાળાની તો અહીં વાત જ નથી કેમકે વસ્ત્રવાળો સાધુ હોય એ જૈનદર્શન નથી, વીતરાગદર્શન નથી, અન્ય દર્શન છે. આવી વાત કોઈને આકરી લાગે પણ શું થાય? વસ્ત્ર રાખે અને મુનિપણું માને એ તો જૈનદર્શનથી સત્યદર્શનથી વિરુદ્ધ છે, કેમકે એને તો દ્રવ્યલિંગ પણ યથાર્થ નથી. અહીં તો એમ વાત છે કે નગ્નપણું આદિ ૨૮ મૂલગુણના જે પરિણામ છે તે ચારિત્ર નથી.
તો ભાવલિંગીને પણ નગ્નતા સહિત ૨૮ મૂલગુણના પરિણામ તો હોય છે?
હા, ભાવલિંગીને પણ નગ્નતા સહિત ૨૮ મૂલગુણના પાલનનો વ્યવહાર હોય છે પણ એ તો બધો રાગ છે. એ બાહ્ય સહકારીપણે-નિમિત્તપણે હોય છે પણ અંતરમાં જે શુદ્ધ રત્નત્રયરૂપ નિર્મળ ચૈતન્યનું પરિણમન તેને થયું છે એ જ ચારિત્ર છે.
પ્રશ્ન:- એ બાહ્ય સહકારી નિમિત્ત સાધન તો છે ને?
[ ૧૨૩
ઉત્તર:- નિમિત્ત ખરેખર સાધન નથી. એને સાધન કહેવું એ તો ઉપચારકથન છે. કોઈએ ઠીક કહ્યું છે કે–સોનગઢવાળા નિમિત્તનો નિષેધ કરતા નથી પણ નિમિત્તને કર્તા માનતા નથી. વાત તો એમ જ છે. જેમકે કર્મ વિકારમાં નિમિત્ત છે, પણ નિમિત્ત-કર્મ વિકારનું કર્તા નથી. તેમ કર્મનું પરિણમન કર્મમાં કર્મના કારણે થાય છે, અને રાગદ્વેષના પરિણામ એમાં નિમિત્ત છે. પણ તેથી કોઈ એમ માને કે નિમિત્તના કારણે કર્મબંધન થયું તો તે યથાર્થ નથી. તેવી રીતે અહીં વ્યવહારરત્નત્રયના પરિણામ છે તો એના કારણે આત્માનું ચારિત્રરૂપ વીતરાગી પરિણમન થાય છે એમ નથી. નિમિત્ત છે, હોય છે, પણ નિમિત્ત કર્તા નથી, યથાર્થ સાધન નથી.
જુઓ, આ અહીં સરવાળો કાઢયો-બધાનું તાત્પર્ય કાઢયું કે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે એકલું જ્ઞાનનું એટલે એકલું આત્માનું ભવન જ છે ‘એકલું ’ એટલે પંચમહાવ્રતનું પરિણમન સાથે મળીને ચારિત્ર છે એમ નહિ. ભાઈ ! આ તો જન્મ-મરણ મટાડનારું વીતરાગનું શાસ્ત્ર-ચોપડો છે. એનો શબ્દે-શબ્દ ગંભીર આશયથી ભરેલો છે. એકલું આત્માનું ભવન કહ્યું એમાં વ્રતાદિના રાગનો નિષેધ થઈ ગયો. માત્ર ચૈતન્યનું વીતરાગ ચૈતન્યમય પરિણમન જ રત્નત્રયરૂપ ચારિત્ર છે એમ સિદ્ધ કર્યું.
ભાઈ ! આ જિંદગી ચાલી જાય છે હોં. પાંચ-પચાસ લાખનું ધન થાય એટલે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com