________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
જગત, તું સારું રળ્યો અને કમાણો એમ કહેશે પણ એ તો જિંદગી હારી જવાનું છે. ભાઈ! એ તો બધો ખોટનો જ વેપાર છે. આ પૈસા થાય એ કાંઈ સુખનું નિમિત્ત નથી, બલ્કે દુઃખનું જ નિમિત્ત છે. સ્ત્રી, કુટુંબ-પરિવાર, લક્ષ્મી, આબરૂ એ બધાં દુ:ખનાં નિમિત્ત સુખનું કારણ તો એક ભગવાન આત્મા છે. વીતરાગી આનંદનું સ્થાન ભગવાન આત્મા છે. એ (વીતરાગી આનંદ) પૈસામાં નથી, બાયડીમાં નથી, અને સારાં કપડાં પહેરે એમાંય નથી, અને મોટો હજીરો-મહેલ લાખ-કરોડ રૂપિયાની કિંમતનો હોય એમાંય નથી. ભાઈ ! એ તો બધાં દુઃખનાં નિમિત્ત છે અને દુઃખ કરીને પ્રાપ્ત થાય છે.
અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન જ છે. અહીં જ્ઞાન એટલે આત્મા; ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું શ્રદ્ધાનસ્વભાવે થવું તે સમ્યગ્દર્શન, એનું પોતાના જ્ઞાનરૂપે થવું એ જ્ઞાન અને એનું રાગના અભાવસ્વભાવે સ્થિરતા-રમણતારૂપ પરિણમન તે ચારિત્ર. એમાં કર્મના અભાવની કે વ્યવહારત્નત્રયના સદ્દભાવની કોઈ અપેક્ષા નથી. એકલો આત્મા સ્વયં નિર્મળ રત્નત્રયરૂપ પરિણમે છે. નિશ્ચયથી તો દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ સ્વયં પોતાના ષટ્કારકપણે પરિણમતા થકા પ્રગટ થાય છે. એને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. (પણ એ વાત અહીં નથી ). અહીં કીધું ને કે આત્માનું પરિણમવું; ત્યાં વીતરાગભાવે પરિણમે એ તો પર્યાય છે. આત્મા (દ્રવ્ય આખું) કાંઈ પર્યાયમાં આવતો નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ (સજાતીય ) ચૈતન્યમય વીતરાગ પરિણામ છે તેથી ચૈતન્યમય આત્માનું પરિણમન છે એમ અભેદ કરીને કહ્યું પણ એ પરિણમનમાં દ્રવ્યસ્વભાવ આવતો નથી. શુદ્ધ દ્રવ્યના લક્ષે નિર્મળ વીતરાગ પરિણમન થયું તેથી દ્રવ્યનું-આત્માનું પરિણમન કહ્યું, બાકી પરિણમન તો પર્યાયમાં થાય છે અને તેને દ્રવ્યસ્વભાવનીય અપેક્ષા નથી. (વીતરાગતાનું પરિણમન દ્રવ્યસ્વભાવના લક્ષ થાય છે બસ એટલું જ).
પ્રશ્ન:- ઘડીકમાં આત્માનું પરિણમન કહો છો ને વળી આત્માનું નહિ પર્યાયનું પરિણમન છે એમ કહો છો તો તે કેવી રીતે છે?
ઉત્ત૨:- પર્યાય અપેક્ષાએ દ્રવ્ય પરિણમે છે એમ કહેવાય છે અને દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્ય પરિણમતું નથી કેમકે દ્રવ્ય તો ત્રિકાળ ધ્રુવ અક્રિય અચળ છે. જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ સમજવું જોઈએ.
અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાનમાં જે આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન થાય છે તે શું ચીજ છે? તો કહે છે કે એ સદાય ધ્રુવ અચળ એકરૂપ ચૈતન્યમૂર્તિ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે; અને એનું જ્ઞાન–શ્રદ્ધાનપણે પરિણમવું-થવું તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. હવે આવી વાત બેસે નહિ એટલે માને કે બોલેચાલે, ઉપદેશ-ઉપવાસાદિ કરે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com