________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૯ ]
[ ર૬૫
જિન સોહી હૈ આત્મા અન્ય સોઈ હૈ કર્મ, યહી વચનસે સમજલે જિન-પ્રવચન કા મર્મ.''
રાગાદિ પણ અન્ય કર્મ છે, આત્મા નહિ. ભગવાન ત્રિલોકીનાથની વાણીનો આ મર્મ છે. ભાઈ ! જૈનશાસન કોઈ વાડો નથી, વસ્તુનું સ્વરૂપ છે. ભગવાન! તું મુક્તસ્વરૂપ છો, અને જે શુદ્ધોપયોગમાં આત્મા મુક્તસ્વરૂપ જણાયો તે શુદ્ધોપયોગ જેનશા
હવે આવી અંતર્દષ્ટિની વાતમાં સૂઝ પડે નહિ એટલે વ્રત કરવા, દયા પાળવી, ભક્તિ કરવી, દાન કરવું ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓમાં જીવ લાગી જાય છે, કેમકે એમાં ઝટ સમજ પડે છે. મહાવરો છે ને એનો? વળી બીજાને પણ ખબર પડે કે કાંઈક કર્યું. પણ ભાઈ ! એ તો બધી બહારની ક્રિયાઓ છે. એમાં કયાં આત્મા છે? જન્મ-મરણનો અંત કરવો હોય તો એનાથી નહિ થાય. ભગવાન! પોતાને સમજ્યા વિના અને અંતર્દષ્ટિ કર્યા વિના જીવ અનાદિથી દુઃખી છે. આ મોટા રાજાઓ અને કરોડપતિ શેઠિયાઓ બધા આત્મદષ્ટિ વિના દુઃખી જ છે. શાંતરસનો સમુદ્ર એવા ભગવાન આત્માને ભૂલીને તેઓ કષાયની અગ્નિમાં બળી જ રહ્યા છે. છઠ્ઠાલામાં આવે છે ને કે
“યહુ રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈએ. ચિર ભજે વિષય-કપાય અબ તો, ત્યાગ નિજપદ બેઈએ.”
ભાઈ ! અનંતકાળ વિષય-કપાય સેવા, હવે તો તેને છોડી અંતર્દષ્ટિ કર. પોતાની અંદર વિકારના પરિણામ થાય છે એને છોડવાનું જ્ઞાનીઓ કહે છે, પરને સેવવાની અને છોડવાની કોઈ વાત નથી, કેમકે મરને કોણ સેવે અને છોડે છે? અહીં તો એમ કહે છે કે વિષયકષાયરહિત અંદર આનંદનો નાથ ભગવાન છે એની સેવામાં એકવાર આવ. તેથી તને આનંદ થશે, સુખ થશે અને અંદર ભણકાર વાગશે કે હવે હું અલ્પકાળમાં મુક્તિ પામીશ.
અહા ! સમ્યજ્ઞાન જે થયું તે ભાવાગ્નવથી રહિત થયું છે. ભલે મતિ-શ્રુતજ્ઞાન હો તોપણ એણે સ્વયને પકડયું છે ને? સમ્યક મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે એટલે કે તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવાનું કારણ છે.
પ્રશ્ન- બહારમાં મંદિર આદિ બંધાવે, મોટા ગજરથ કાઢે તો ધર્મની પ્રભાવના થાય ને?
ઉત્તર- શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા પૂર્વક વિજ્ઞાનઘનસ્વભાવની પર્યાયમાં વૃદ્ધિ થવી તે નિશ્ચય પ્રભાવના છે. આવી નિશ્ચય-પ્રભાવના જેને પ્રગટ થઈ છે તેવા જીવના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com