________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
મોક્ષમાર્ગ પ્રકાશકમાં શુદ્ધોપયોગને ગ્રહણ કરે તે મુનિ એમ મુનિપણાનું લક્ષણ કહ્યું છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધદ્રવ્ય છે. હવે પરિણમનમાં શુદ્ધોપયોગને ગ્રહણ કરે એનું નામ મુનિદશા છે. વળી એ શુદ્ધોપયોગના સાધન વડે મુનિવરો ઘાતકર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામે છે એમ ત્યાં કહ્યું છે. વિભાવના-રાગના સાધન વડે કેવળજ્ઞાન પામે છે એમ છે નહિ. ભાઈ ! જેનો જે સ્વભાવ છે તે સ્વભાવથી સ્વભાવની પ્રાપ્તિ થાય ને ? યથાખ્યાતચારિત્ર પોતાના સ્વભાવની વીતરાગ પરિણતિથી પ્રાપ્ત થાય અને કેવળજ્ઞાન જ્ઞાનની નિર્મળ પરિણતિથી પ્રાપ્ત થાય પણ રાગથી ન થાય.
માટે ઉપયોગ એટલે આત્મા-જ્ઞાયકભાવ ઉપયોગમાં એટલે ચૈતન્યના નિર્મળ પરિણમનમાં જ છે અને ક્રોધાદિ વિકાર ક્રોધાદિમાં જ છે.
અગાઉ ગાથા ૫૦ થી પ૫ માં (૨૯ બોલમાં) આવી ગયું કે મિથ્યાત્વાદિ છે તે અનુભૂતિથી ભિન્ન છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર પ્રત્યયોના ભેદ તેર ગુણસ્થાનો છે. આસ્રવ હોવાથી એ બધાં અચેતન જડ છે. અને શુદ્ધ ઉપયોગ-વીતરાગી પરિણતિમાં આત્મા છે. આ ભેદજ્ઞાન છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મથી ઉપયોગનો ભેદ જાણવો તે ભેદજ્ઞાન છે અને આવું ભેદજ્ઞાન ચોથા ગુણસ્થાનથી હોય છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું.
પ્રવચનસારમાં (૧ થી ૫ ગાથામાં) આવે છે કે શુદ્ધ આત્માના લક્ષે થયેલો પરમ નિરપેક્ષ (રાગની અપેક્ષા રહિત) શુદ્ધોપયોગ તેને પ્રાપ્ત થયેલા છે તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે.
હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે –
* કળશ ૧૨૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
વૈદ્રષ્ય નહેરુપતાં ૨ દ્વતો: જ્ઞાનચ રાસાર્ચ ૨' ચિદ્રુપતા ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ-“કયો:' એ બન્નેનો, “મન્ત:' અંતરંગમાં “રી-વારનિ' દાસણ વિદારણ વડે
પરિત: વિમા વૃત્વ' ચોતરફથી વિભાગ કરીને “રૂટું નિર્મન” મે જ્ઞાનમ્ તિ' આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે.
ચિતૂપતા ધરતું જ્ઞાન એટલે જ્ઞાનપણે, શ્રદ્ધાપણે, વીતરાગતાપણે, આનંદપણે પરિણમતો આત્મા છે. અને જડરૂપતા ધરતો રાગ છે. રાગ જડ છે. આગળ ક્રોધાદિ, કર્મ અને નોકર્મ એમ ત્રણ લીધાં હતાં. અહીં રાગ જ લીધો છે. દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિનો રાગ છે તે જડ છે એમ કહે છે. એ બન્નેના (જ્ઞાન અને રાગના) અંતરંગમાં દારુણ વિદારણ વડે અર્થાત્ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે ચોતરફથી વિભાગ કરીને નિર્મળ ભેદવિજ્ઞાન ઉદય પામ્યું છે. જુઓ, આ ભેદવિજ્ઞાન કેવી રીતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com