________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
ભાઈ ! આ તત્ત્વની વાતનો પરિચય કરી ખૂબ અભ્યાસ કરવો જોઈએ. બાકી તો દિગંબર સાધુ થઈને પંચમહાવ્રત લીધાં, હજારો રાણીઓનો ત્યાગ કર્યો, શરીરની ચામડીને ઉતારીને ખાર છોટે તોય ક્રોધ ન કર્યો-એવું એવું તો ઘણું બધું કર્યું, પણ તેથી શું? આવી ક્રિયાઓ અનંત વાર કરી પણ અંતરમાં એક ક્ષણ માટે સાચો ધર્મ-સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નહિ. શુભરાગ-રાગની મંદતાના શુકલ વેશ્યાના પરિણામ અનંતવાર કર્યા પણ રાગથી ભિન્ન પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજની દષ્ટિ કરી નહિ તો જન્મ-મરણના દુઃખનો અંત ન આવ્યો. કઢાલામાં શ્રી દોલતરામજીએ કહ્યું છે ને કે
મુનિવ્રત ધાર અનંતવાર, ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.''
સ્વર્ગમાં ગ્રીવાના સ્થાને નવ પાટડા છે. ત્યાં પુણ્ય કરીને અનંતવાર જન્મ લીધો પણ રાગથી ખસીને શુદ્ધ ચૈતન્યસ્વભાવનો અનુભવ કદી કર્યો નહિ તો લેશ પણ સુખ ન થયું અર્થાત્ દુઃખ જ થયું. ભાઈ ! પંચમહાવ્રતાદિના પાલનનો રાગ પણ આસ્રવ અને દુઃખ જ છે. છઢાલામાં કહ્યું છે કે
રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈએ.'
શુભરાગ છે તે પણ આગ છે કેમકે તે કપાય છે ને! આત્માને કરે એટલે દુ:ખ દે એ શુભરાગ કષાય છે.
* કળશ ૧૨૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
“શુદ્ધનયથી શ્રુત થવું એટલે “હું શુદ્ધ છું'' એવા પરિણમનથી છૂટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદષ્ટિ બની જવું તે.' શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થવો તે શુદ્ધનય છે. તેનાથી વ્યુત થવું એટલે પૂર્ણાનંદના નાથની જે દષ્ટિ થઈ હતી તે છૂટીને હું રાગ છું, પુણ્ય છું –એવી દષ્ટિ થવી અર્થાત્ મિથ્યાષ્ટિ બની જવું તે.
આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ અતીન્દ્રિય મહાપદાર્થ છે. એવા ચૈતન્ય મહાપ્રભુની અંતર્દષ્ટિપૂર્વક જેને અનુભવ થયો તેને શુદ્ધનયનું ગ્રહણ થયું અને હું શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ આત્મા છું એવું જે અતીન્દ્રિય આનંદનું પરિણમન એનાથી ભ્રષ્ટ થઈ રાગની એકતાના અશુદ્ધ પરિણમનમાં આવી જવું તેને શુદ્ધનયથી ભ્રષ્ટ થવું કહે છે. “એમ થતાં જીવને મિથ્યાત્વસંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાન્સવો કર્મબંધના કારણે થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે.” પુણ્યના પરિણામ મને લાભદાયક છે એવી મિથ્યા માન્યતાથી પરિણમતાં અનંતાનુબંધી રાગદ્વેષ ઉત્પન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com