________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
લોકોને જૈનધર્મમાં શ્રદ્ધાની બનાવ્યા. આવા વિલક્ષણ પુરુષનો મહાભાગ્ય પંચમ કાળમાં યોગ થયો. પાત્ર જીવોને માટે એક અપૂર્વ મહાન તક આવી. ધર્મામૃતની વર્ષો સુધી એકધારી વર્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી સંતોની વાણી ઉપર વારી જઈ જેમ ગાતા તેમ ““અમૃત વરસ્યા રે પંચમ કાળમાં....'' અંતે ક્રમાનુસાર સાંયોગિક ભાવનો કાળ પૂરો થયો. એ મહાપુરુષનો આપણા ઉપર અતિ અતિ ઉપકાર છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશક્ય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ફેડવાનો કોઈ માર્ગ જ નથી. એથી વિનમ્રપણે તે પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત શ્રીગણધરાદિ મહાન આચાર્યો રચિત પરમાગમોનો ઉકેલ કરી નિજ સાધનાની પરિપર્ણતાને પામીએ અને સર્વ જીવો પામો એ જ અભ્યર્થના.
પુણ્યપ્રસંગનું સૌભાગ્ય :
સંવત ૨૦૩૪ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯૦મી જન્મજયંતી મંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા મા આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના લાભના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વાર થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭ માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રમોદથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવરસમંડિત, પરમકલ્યાણકારી, આત્મહિતસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સોભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ છે.
શ્રી કુંદકુંદદાચાર્ય સમયસારશાસ્ત્રમાં કર્તાકર્મ અધિકારનું નિરૂપણ કર્યું છે જે તેમના અન્ય શાસ્ત્રોમાં કે અન્ય આચાર્યોની રચનાઓમાં અલગ અધિકારરૂપે કયાંય જોવામાં આવતું નથી. જે આ અધિકારની વિશિષ્ટતા છે. કર્તાકર્મઅધિકાર દ્વારા જીવનું અકર્તાસ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું છે. જે જીવોની અનેક પ્રકારની ભ્રમણાઓને દૂર થવાનું કારણ છે. જેના ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પણ અલૌકીક છે. જિજ્ઞાસુ જીવોને અવશ્ય એ પ્રેરણાદાયક નિવડશે. જે સર્વ જીવોએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે.
પ્રકાશનનો હેતુ :
આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તઉપરાંત સૌ જિજ્ઞાસુ ભાઈ-બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રી સમયસાર ઉપરનાં સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શક્યો હોય તે સંભવિત છે. તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com