________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૪–૧૬૫ ]
[ ૨૩૧
અહા! ભગવાન! તું અતીન્દ્રિય આનંદનો દરિયો છો. પ્રભુ! તને એની ખબર નથી, તને એનો વિશ્વાસ આવતો નથી. અરે! પોતાને પોતાનો ભરોસો નહિ અને ૫૨ના ભરોસે (આંધળે–બહેરો ) ચાલ્યો જાય છે!
પ્રશ્ન:- આત્મા આવો હોઈ શકે-એટલો બધો વિશ્વાસ કેમ આવે ?
ઉત્ત૨:- અરે ભાઈ! તેં જેની સાથે લગ્ન કર્યાં છે તે કન્યાને પહેલાં ઓળખતો હતો ?
(ના ). બીલકુલ અજાણી હોવા છતાં તને કદી શંકા પડી કે આ મારું અહિત કરશે તો? મને મારી નાખશે તો ? ભગવાન! તને વિષયમાં રસ-રુચિ છે તેથી ત્યાં શંકા પડતી નથી અને વિશ્વાસ પાકો થઈ ગયો છે. તેના સંગે રહે છે અને તેના સંગે રમે છે. બીજા કોઈ બીજી વાત કરે તોપણ શંકા જ પડતી નથી. વિષયમાં રસ-રુચિ છે ને? તેમ જેને અંતરમાં રસ-રુચિ થઈ તેને ભગવાન આત્માનો એવો વિશ્વાસ આવે છે કે ત્રણકાળમાં ફરે નહિ. અજાણી કન્યાને જોઈને જેમ પહેલી ઘડીએ વિશ્વાસ આવી ગયો, શંકા પડી નહિ તેમ પહેલી ઘડીએ જ જ્યાં ચિજ્ઞાનને ચિદાનંદ ભગવાનનો ભેટો થાય ત્યાં તે જ ક્ષણે અતીન્દ્રિય આનંદની લહર સાથે તેનો વિશ્વાસ પાકો થઈ જાય છે, શંકા રહેતી નથી. પૂર્ણાનંદના નાથને જ્યાં અંદર જઈ જોયો અને એનો ભેટો કર્યો ત્યાં તે જ ક્ષણે તેનો પાકો વિશ્વાસ આવી જાય છે, અને અતીન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવે છે. ભાઈ! આવો અતીન્દ્રિય આનંદ તે આનંદ છે, બાકી બધી વાતો છે. આવો આનંદ માત્ર જ્ઞાનીને જ હોય છે. સમજાણું કાંઈ... ?
અહીં સિદ્ધ કરવું છે કે-મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોહ જ્ઞાનીને હોતા નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ-મોહ તો અજ્ઞાનીને જ હોય છે; માટે અજ્ઞાનીને જ આસવ છે એમ કહે છે
અને તે તો (રાગ દ્વેષ મોહ તો) અજ્ઞાનીને જ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે,' ‘જ' શબ્દ લીધો છે. ભગવાન કુંદકુંદના કેડાયત ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે ગાથાના જ અર્થમાંથી આ વાત સિદ્ધ થાય છે. રાગ-દ્વેષ-મોહ જે અજ્ઞાનમય આત્મપરિણામ છે તે અજ્ઞાનીને જ હોય છે, જ્ઞાનીને નહિ. ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી છતાં ગાથાના જ અર્થમાંથી આ આશય સિદ્ધ થાય છે. અજ્ઞાનીને જ રાગ-દ્વેષ-મોહ હોય છે, કેમકે મિથ્યાત્વભાવ જ્યાં છે ત્યાં જ રાગ-દ્વેષના પરિણામની રુચિ હોય છે. તેનો પ્રેમ હોય છે.
જ્ઞાનીને કિંચિત્ રાગાદિ હોવા છતાં એને એની રુચિ હોતી નથી તેથી જ્ઞાનીને રાગ-દ્વેષ નથી એમ દૃષ્ટિ અપેક્ષાએ કહીએ છીએ. અહીં તો જેની દષ્ટિ વિપરીત છે તેને જ રાગ-દ્વેષ-મોહ છે એમ સિદ્ધ કરવું છે. સમ્યગ્દષ્ટિને હા જેટલો ચારિત્રમોહ છે તે અહીં ગણવામાં આવ્યો નથી. અહીં દષ્ટિની મુખ્યતામાં ના પાડે છે પણ પછી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com