________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭૭-૧૭૮
रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिहिस्स। तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होंति।।१७७।।
हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं। तेसि पि य रागादी तेसिमभावे ण बज्झंति।। १७८ ।।
रागो द्वेषो मोहश्च आस्रवा न सन्ति सम्यग्दृष्टेः। तस्मादास्रवभावेन विना हेतवो न प्रत्यया भवन्ति।।१७७।।
हेतुश्चतुर्विकल्पः अष्टविकल्पस्य कारणं भणितम्। तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते।। १७८ ।।
હવે આ અર્થ ના સમર્થનની બે ગાથાઓ કહે છે:
નહિ રાગદ્વેષ, ન મોહ-એ આસ્રવ નથી સુદૃષ્ટિને, તેથી જ આસવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭.
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮.
ગાથાર્થ:- [ રાT: ] રાગ, [ફેષ:] વૈષ [ મો:] અને મોહ- [કાવી:] એ આસ્રવો [ સચદD:] સમ્યગ્દષ્ટિને [ન સન્તિ] નથી [તસ્મા] તેથી [ સામ્રવમાવેન વિના] આગ્નવભાવ વિના [ પ્રત્યયા: ] દ્રવ્યપ્રત્યયો [ દેતવ: ] કર્મબંધનાં કારણ [ન ભવન્તિ] થતા નથી.
[ ચતુર્વિન્ય હેતુ:] (મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [ ગઈવિત્વચ] આઠ પ્રકારનાં કર્મોના [વIRM ] કારણ [ મળતન્] કહેવામાં આવ્યા છે, [૨] અને [ તેષાર્ ગરિ] તેમને પણ [રાવિય:] (જીવના) રાગાદિ ભાવો કારણ છે; [તેષાનું સમાવે] તેથી રાગાદિ ભાવોના અભાવમાં [ન વધ્યન્ત] કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દષ્ટિને બંધ નથી.)
ટીકા- સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું બની શકતું નથી);
Please inform us of any errors on rajesh@AtmaDharma.com