________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૭–૧૭૮ ]
[ ૩૧૫
(વસત્તતિના) अध्यास्य शुद्धनयमुद्धतबोधतिसमैकण्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्त: पश्यन्ति बन्धविधुरं समयस्य सारम्।। १२०।।
રાગદ્વેષમોહના અભાવમાં તેને (સમ્યગ્દષ્ટિને) દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું (અર્થાત્ પુદ્ગલકર્મના બંધનનું) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે; માટે હેતુના હેતુના અભાવમાં હેતુમાનનો (અર્થાત કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.
ભાવાર્થ- અહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું હોઈ શકે નહિ એવો અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વસંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દષ્ટિ થયા પછી કાંઈક ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવાન્સવનો અર્થાત્ રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાગ્નવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષમોહનો સમ્યગ્દષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાન્નવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાસ્ત્રવો બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દષ્ટિને-જ્ઞાનીને –બંધ થતો નથી.
સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. “જ્ઞાની” શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છે:- (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. (૨) સમ્યક્ જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો સમ્યગ્દષ્ટિને સમ્યજ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. (૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડ વિધિનિષેધ નિબંધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી.
હવે, જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાત્મય છે માટે શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ- [૩લ્ફતવોઘવિમ્ શુદ્ધનયમ્ અધ્યાર્ચ] ઉદ્ધત જ્ઞાન (-કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને [૨] જેઓ [સવા રવ ] સદાય [Dયમ્ વ ] એકાગ્રપણાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com