________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૫ ]
[ ૩૯
સદાય જ્ઞાયક છે તે રાગરૂપે કયાં થયો છે? ભલે એ રાગની સાથે એકત્વ માને પણ ભગવાન જ્ઞાયક છે તે રાગથી એત્વપણે થયો નથી. પ્રવચનસાર, ગાથા ૨૦૦ની ટીકામાં આવે છે કે“ “જે (શુદ્ધ આત્મા) સહજ અનંતશક્તિવાળા જ્ઞાનસ્વભાવ વડ એકરૂપતાને છોડતો નથી, જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડ અન્યથા અધ્યવસિત થાય છે, તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્ક્રપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.''
જુઓ, જ્ઞાયક તો જ્ઞાયક જ રહ્યો છે, પણ એની માન્યતાએ ફેર પાડયો છે કે-આ રાગ મારો ને આ રાગ તારો, આ ચીજ મારી અને આ તારી, આ કર્મ ભલું અને આ બુરું. આ માન્યતા જ ભ્રાન્તિ છે.
અરે ભાઈ ! જ્ઞાયક તો સદા જ્ઞાયક જ છે. એ બંધનમાં કેમ આવે? અને એને વળી મુક્તિ કેવી? વસ્તુમાં-દ્રવ્યમાં બંધન અને મુક્તિ કયાં છે? દ્રવ્યસંગ્રહમાં આવે છે કે-બંધાયેલાને છૂટવું કહેવું એ તો ઠીક છે પણ જે બંધાયેલો નથી એને છૂટવું કહેવું એ તો જૂઠ છે. જે સદા મુક્તસ્વરૂપ જ છે તેમાં નજર સ્થિર કરતાં તે મુક્ત જણાય છે; બસ આ જ મોક્ષ છે–સમજાણું કાંઈ... ?
અહીં કહે છે-કર્મ એક જ માનવામાં આવ્યું છે અર્થાત્ એક જ માનવું યોગ્ય છે. લ્યો, કળશ પૂરો થયો.
[ પ્રવચન નં. ૨૦૮ શેષ થી ૨૧૦ ચાલુ
*
દિનાંક ૨૧-૧૦-૭૬ થી ૨૩-૧૦-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com