________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]
[ ૨૦૫
પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે.”
અહા ! પોતાની પરિણતિમાં તો એવા ને એવા વિષય-કષાયનું સેવન રહ્યા કરે છે, આત્મસ્વરૂપના વલણનો વિચાર સરખો પણ કરતા નથી અને અમને બંધ નથી એમ માનીને વ્યવહારના ક્રિયાકાંડને-વ્રત, તપ, શીલ, સંયમ, ઇત્યાદિ આચરણને નિરર્થક નિષ્ફળ જાણી છોડી દે છે. અહા! તેઓ શુદ્ધની પ્રતિ ઢળતા નથી, શુભ છોડી દે છે, તેથી અશુભમાં-વિષયકષાયમાં જ મગ્ન રહે છે.
આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કોઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે
આવા જ્ઞાનનયના એકાંત પક્ષપાતી લોકો એકલી કોરી આત્માની વાતો કરે છે પણ શુદ્ધ સ્વરૂપમાં ઢળવાનો પુરુષાર્થ કરતા નથી અને શુભભાવને છોડી દઈ સ્વેચ્છાચારી બનીને નિરંકુશપણે વિષય-કષાયમાં વર્તે છે. અહા ! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન સંબંધી અશુદ્ધતા ટળી નથી અને માત્ર કોરી આત્માની વાતો કરનારા તેઓ સંસારસમુદ્રમાં ડૂબે છે. શ્રીમદે કહ્યું છે ને કે
“ “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.”
આથી એમ ન સમજવું કે શુભભાવ છોડીને અશુભ કરવા; વળી અશભભાવ છોડ્યા છે માટે શુભથી હળવે હળવે નિશ્ચય (ધર્મ) થશે એમ પણ અર્થ નથી. આશય એમ છે કે નિશ્ચયસ્વરૂપ જે નિજ શુદ્ધાત્મા તેનો વિચાર અને તેનું લક્ષ કર્યા વિના, અંતરમાં ઢળ્યા વિના બાહ્ય ક્રિયા કે ખાલી આત્માની કોરી વાતો કરવાથી જીવો સંસારમાં જ ડૂબે છે.
હવે ત્રીજી મોક્ષમાર્ગી જીવોની વાત કરે છે-“મોક્ષમાર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભાશુભ કર્મને હુય જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે.”
જુઓ, આ જયચંદજી પંડિત ખુલાસો કરે છે. મોક્ષમાર્ગી જીવો શુદ્ધતાપણે થયા થકા, શુદ્ધ ઉપયોગપણે પરિણમતા થકા શુભાશુભ કર્મને હેય જાણે છે. જુઓ, અશુભ અને શુભ-બેયનેય હેય જાણે છે. શુભથી આત્માને લાભ થશે એમ જ્ઞાની જાણતા નથી. વળી વિષય-કપાયના પરિણામમાં પણ હોંશથી જોડાતા નથી. સમાધાન થતું નથી એટલે એને રાગનું આચરણ થઈ જાય છે, પણ તે એમાં સ્વચ્છેદી નથી આ રાગ ઠીક છે એવો ભાવ એને નથી, જો એવી ઠીકપણાની બુદ્ધિ હોય તો તો એ મિથ્યાત્વ છે. વિષયકષાયમાં સુખ છે, આનંદ-મઝા છે એવી જેને બુદ્ધિ હોય એ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com