________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫૬
अथ परमार्थमोक्षहेतोरन्यत् कर्म प्रतिषेधयति
मोत्तूण णिच्छयद्वं ववहारेण विदुसा पवट्टंति । परमट्ठमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ ।। १५६ ।।
मुक्त्वा निश्चयार्थं व्यवहारेण विद्वांसः प्रवर्तन्ते। परमार्थमाश्रितानां तु यतीनां कर्मक्षयो विहितः ।। १५६ ।।
હવે, ૫૨માર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ
વિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહા૨માં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો ૫૨માર્થ-આશ્રિત સંતને. ૧૫૬.
ગાથાર્થ:- [ નિશ્ચયાર્થ] નિશ્ચયનયના વિષયને [ મુવત્ત્તા ] છોડીને [વિદ્યાસ: ] વિદ્વાનો [ વ્યવહારેળ] વ્યવહાર વડે [પ્રવર્તન્ત] પ્રવર્તે છે; [તુ] પરંતુ [ પરમાર્થમ્ આશ્રિતાનાં ] ૫રમાર્થને ( -આત્મસ્વરૂપને ) આશ્રિત [યતીનાં] યતીશ્વરોને જ [ર્મક્ષય: ] કર્મનો નાશ [વિહિતા: ] આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.)
ટીકા:- ૫૨માર્થ મોક્ષહેતુથી દો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષàતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે; કારણ કે તે ( મોક્ષહેતુ ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો ( અર્થાત્ પુદ્દગલસ્વભાવી ) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી, -માત્ર ૫૨માર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી ) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે.
ભાવાર્થ:- મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? શુભ કર્મ પુદ્દગલસ્વભાવી છે તેથી તેના ભવનથી ૫રમાર્થ આત્માનું ભવન ન થઇ શકે; માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે; માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષહેતુ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com