________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર ભાગ-૬
અલ્પકાળમાં મોક્ષ જાય છે.) આવી ઝીણી વાત, ભાઈ ! પુણ્યની રુચિવાળાને આકરી લાગે પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ આવું છે.
આ રીતે જેણે અત્યંત મોહરને દૂર કરી છે અર્થાત મોહભાવને દૂર કર્યો છે એવો યં અવરોધ-સુધાર્ણવ:' આ (પ્રત્યક્ષ-અનુભવગોચર) જ્ઞાનસુધાંશુ (સમ્યજ્ઞાનરૂપી ચંદ્રમાં) સ્વ' સ્વયં સેતિ' ઉદય પામે છે.
જુઓ! અહીં ચૈતન્યસ્વભાવને શીતળ-શીતળ-શીતળ એવા ચંદ્રની ઉપમા આપી છે. વીતરાગસ્વભાવરૂપ શાંતિથી ભરેલો ભગવાન મોહને દૂર કરીને કોઈની અપેક્ષા વિના સ્વયં ઉદય પામે છે અર્થાત્ સ્વયં પ્રત્યક્ષ અનુભવ-ગોચર થાય છે. જે જ્ઞાન રાગને વેદતું હતું તે જ્ઞાન પુણ્ય-પાપના ભાવને એકરૂપ-બંધરૂપ જાણી, મોહથી હુઠીને અબંધસ્વભાવી ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થતું થયું આત્માને પ્રત્યક્ષ અનુભવગોચર કરે છે. અહાહા...! કહે છે કે જ્ઞાનસુધાંશુ સ્વયં ઉદય પામે છે. ભગવાન આત્મા વસ્તુપણે સહજ જ્ઞાનસુધાંશુ છે અને તેના આશ્રયે ઉત્પન્ન થયેલ સમ્યજ્ઞાન પણ જ્ઞાનસુધાંશુ (પર્યાયરૂપ) છે. જુઓ, સમ્યજ્ઞાનને પણ ચંદ્રમાની ઉપમા આપી છે કેમકે સમ્યજ્ઞાન છે તે શીતળતા અને શાંતિમય છે જ્યારે પુણ્યપાપના બન્નેય ભાવ પરિતાપ અને અશાંતિમય છે.
અહાહા..! જેનો સર્વજ્ઞ-સર્વદર્શીપણાનો સ્વભાવ છે એવો જ્ઞાનસુધાંશુ સ્વયે ઉદય પામે છે. “સ્વયં તિ' એમ ભાષા છે ને! મતલબ કે વ્યવહારરત્નત્રય છે તો જ્ઞાનસુધાંશુ પ્રગટ થાય છે એમ નથી. વ્યવહારરત્નત્રય હો ભલે, પણ એને લઈને અહીં નિશ્ચયરત્નત્રય પ્રગટ થાય છે એમ નથી. વ્યવહારરત્નત્રય તો નિમિત્તમાત્ર છે. જેમ કોઈ દ્રવ્યના કાર્યકાળે બાહ્ય અન્ય નિમિત્ત હોય છે પણ તે નિમિત્ત કાંઈ કરતું નથી તેમ વ્યવહારરત્નત્રય બાહ્ય નિમિત્ત છે પણ એ કાંઈ (નિશ્ચયરત્નત્રય) કરતું નથી. અહો! કલશ દીઠ અને ગાથા દીઠ આવી વાત છે! આચાર્ય ભગવંતોએ જગતને ન્યાલ કરી દીધું છે!
ભાઈ ! ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંત પરમાત્માની દિવ્યધ્વનિમાં જે વાત આવી તે આ છે. જરા મધ્યસ્થ થઈને સત્યને શોધવું હોય તેને કહીએ છીએ કે પહેલાં પક્ષ (નિશ્ચય) તો કર કે માર્ગ આ છે, વસ્તુ આ છે; તો એનું લક્ષ થઈને દક્ષ થશે. પણ જ્યાં પક્ષ (નિશ્ચય) જ નથી, રસ્તો જ ઊંધો પકડ્યો છે એને માર્ગની પ્રાપ્તિ કઈ રીતે થાય? ભગવાન ! આ તારા હિતની વાત છે હોં. ભાઈ ! વ્યવહાર-પુણ્યના પરિણામને લઈને સમ્યજ્ઞાન પ્રગટ થાય એવું એનું સ્વરૂપ જ નથી. ‘સ્વયે તિ’–શીતળ ચંદ્રમાની જેમ જ્ઞાનસુધાંશુ વ્યવહારરત્નત્રયની કે અન્યની અપેક્ષા કર્યા વિના સ્વયં સમ્યજ્ઞાનરૂપે ઉદય પામે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com