________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે-એમ પુણ્ય-પાપમાં ભેદ પાડીને જેઓ ઉન્માદને નચાવે છે તેઓ પાગલ થઈ ગયા છે. હવે આવી વાત લોકોને આકરી પડે; પુણ્યનો પક્ષ થઈ ગયો છે ને?
વ્યવહારથી (નિશ્ચય) થાય, વ્યવહારથી થાય; વ્યવહારથી થાય-એમ રટણ થઈ ગયું છે ને? એમ કેશુભભાવથી ભલે ન થાય પણ એમાં જે કષાયની મંદતા છે એનાથી થાય. અહીં કહે છે-આવું જે માને છે તેઓ મિથ્યાત્વના જોરથી મોહરૂપી દારૂ પીને પાગલ થઈ ગયા છે.
ત્યારે તેઓ કહે છે-વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય એમ નહિ માનો તો એકાંત થઈ જશે; પ્રમાણજ્ઞાન કરવું હોય તો આમ બન્ને માનવાં જોઈએ.
સમાધાન:- ભાઈ ! આમાં જ્ઞાન કરવાની વાત તું કયાં કરે છે? એ (–શુભાશુભ ભાવ) જાણવા લાયક (કરવા લાયક નહિ) છે એમ તું ક્યાં કહે છે? તું તો એ બેમાંથી પુણ્યને કારણે ધર્મ થાય અને પાપને કારણે ધર્મ ન થાય એમ કહે છે. શુભભાવથી શુદ્ધતા થાય અને અશુભભાવથી ન થાય એમ તું ભેદ પાડે છે. જ્યારે છે તો બંનેય જાણવા યોગ્ય માત્ર.
જ્યારે નિશ્ચયથી આત્મા સ્વસ્વરૂપના આશ્રયે નિર્વિકાર સ્વસંવેદન-પ્રત્યક્ષનો અનુભવ કરે છે ત્યારે સમ્યગ્દર્શન પામે છે. તે કાળમાં જે વ્યવહાર હોય છે તેને તે જાણે છે. જાણવાનો એમાં કયાં વાંધો છે? જે રાગ હોય છે તેને હેય તરીકે જાણે છે. આ પ્રમાણજ્ઞાન છે. વ્યવહાર હોતો નથી એમ વાત નથી. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર આવે છે, પણ એનાથી
પમાય, એનાથી શદ્ધતા થાય. એ (મોક્ષનું) સાધન થાય એમ તો મોહરૂપી મદિરા પીને ઉન્મત્ત-પાગલ થયેલા હોય તેઓ માને છે એમ અહીં કહે છે. કર્મ-શુભભાવ વળી સાધન કેવું? એ તો પહેલાં આવી ગયું કે કર્મ-શુભભાવ મોક્ષમાર્ગનું ઘાતક એટલે વિધ્ર કરનારું છે, વિરુદ્ધસ્વભાવી છે અને સ્વયં બંધનું કારણ છે. હવે કર્મધારા જે બંધનું કારણ છે તે મોક્ષનું સાધન કેમ થાય? (ન થાય). ભાઈ ! શુભથી પણ થાય અને શુદ્ધથી પણ થાય-એમ અનેકાન્ત છે એવું માનનારા તો બેયને (સ્વભાવ-વિભાવને) ભેગા (એક) કરીને માનતા હોવાથી એકાંત મિથ્યાત્વરૂપ મદિરાને પીને પાગલ થયેલા છે-એમ અહીં કહ્યું છે.
હવે કહે છે-“તત સંવનન પિ વર્મ' એવા સમસ્ત કર્મને ‘વન' પોતાના બળ વડે મૂનોનૂર્ત કૃત્વા' મૂળથી ઉખેડી નાખીને “જ્ઞાનજ્યોતિ: મરેન પ્રોપૃમે' જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ.
જુઓ, સમસ્ત કર્મ એટલે શુભ હો કે અશુભ, પુણ્યભાવ હો કે પાપભાવ-બનેય વિકારી કર્મ છે, આત્માના સ્વભાવરૂપ ધર્મ તો એકેય નથી, એવા સમસ્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com