________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
ભાઈ ! તારો મહિમા તેં બીજામાં–રાગમાં અને પુણ્યમાં નાખી દીધો. વળી કાંઈક શરીર સારું મળ્યું તો એમાં તને અધિકતા ભાસે છે. આમ પોતાના સ્વભાવ સિવાય પ૨વસ્તુ તને ઠીક રુચિકર લાગે છે તે ૫૨નો તને મહિમા થયો છે. ૫૨નો મહિમા કરીને સ્વરૂપભ્રાંતિને લીધે ભાઈ ! તું અનંતકાળમાં દુ:ખી થયો છું. અહીં કહે છે-૫૨-રાગાદિને, કર્મ-નોકર્મને અને આત્માને પરસ્પર સ્વરૂપવિપરીતતા છે, સ્વરૂપથી જ વિરોધ છે.
આત્માનું જ્ઞાન અને આનંદસ્વરૂપ છે અને રાગાદિ આસવો જડ અને દુઃખ સ્વરૂપે છે. આમ આત્મા અને આસવોને અત્યંત સ્વરૂપવિપરીતતા છે; તેથી બન્નેને પરમાર્થભૂત આધારઆધેય સંબંધ નથી. ત્યારે એમાંથી કોઈ કાઢે કે ૫૨માર્થભૂત આધારઆધેય સંબંધ નથી પણ વ્યવહારથી તો એવો સંબંધ છે ને? તેને કહીએ છીએ કે ભાઈ ! અસદ્દભૂત વ્યવહારનયથી એનું જ્ઞાન કરાવવા એવો સંબંધ કહેવામાં આવે છે.
પ્રશ્ન:- કર્મકાંડથી જ્ઞાનકાંડ થાય એવું પ્રવચનસારમાં આવે છે ને ?
ઉત્ત૨:- હા, આવે છે; પણ એ કઈ અપેક્ષાએ કથન છે એ જાણવું જોઈએ ને? શાસ્ત્રમાં એક બાજુ ‘હા’ પાડે અને બીજી બાજુ ‘ના' પાડે તો એનો અર્થ શું તે સમજવું જોઈએ ને? શાસ્ત્રમાં કયા નયનું એ વચન છે તે યથાર્થ જાણી તેનો ભાવ યથાર્થ સમજવો જોઈએ. કર્મકાંડથી જ્ઞાનકાંડ થાય એ વ્યવહારનયનું-અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે અને તે ઉપચાર છે જ્યારે અહીં કહે છે-ક્રિયાકાંડ અને જ્ઞાનકાંડ વચ્ચે પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા છે; આ નિશ્ચયનય છે અને તે યથાર્થ છે, સત્યાર્થ છે.
વ્યવહારથી નિશ્ચય થાય એમ જયસેનાચાર્યની ટીકામાં બહુ આવે છે. એથી લોકો એને વળગી પડે છે. પણ ભાઈ ! એ અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. અહીં કહે છે–વ્યવહારને અને આત્માને સ્વરૂપવિપરીતતા છે માટે આત્માને અને વ્યવહારને (−રાગને) આધારઆધેય સંબંધ નથી. જ્યાં આધારઆધેય સંબંધ કહ્યો હોય ત્યાં એ વ્યવહારનયનું ઉપચારકથન છે એમ સમજવું. રાગ છે તે આત્માનું સ્વરૂપ નથી તેથી તે અસદ્ભૂત વ્યવહારનયનો વિષય છે. નિશ્ચયની સાથે તે તે ભૂમિકામાં જે રાગ હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે તેને વ્યવહારનયથી કહેવામાં આવે છે. સમયસાર ગાથા ૧૨ માં એ જ કહ્યું છે કે-વ્યવહાર તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે.
સ્વના આશ્રયે પ્રગટ થતાં જ્ઞાન અને આનંદ સુખનું કારણ છે અને સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધંધા-વેપાર આદિ પરના આશ્રયે થતો રાગ તથા ૫૨ પદાર્થોના આશ્રયે થતું જ્ઞાન એ દુઃખનું કારણ છે. પં. હુકમચંદજીએ લખ્યું છે ને કે ભગવાન પરણ્યા નહોતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com