________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ]
[ ૪૩૯
માન્યતા છે તે જીવ ત્યાં રાગમાં જ બંધાણો છે; તેની મુક્તિ થતી નથી. તેવી રીતે વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ માનનાર પણ રાગના એકત્વમાં પડ્યો છે અને એ ભેદજ્ઞાનના અભાવે બંધાય જ છે.
વળી કેટલાક એમ તો કહે છે કે “કાળલબ્ધિ પાકે ત્યારે કાર્ય થાય” પણ તેમને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન હોતું નથી. ભાઈ ! કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન કોને થાય? જે જીવ આસ્રવથી ભિન્ન પડીને સ્વભાવમાં અંત:સન્મુખ થઈ સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે. શાસ્ત્રમાંથી માત્ર બહારથી ધારણા કરી લે એને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન નથી.
પ્રશ્ન:- તો કળશટીકામાં રાજમલજીએ લીધું છે કે કાળલબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તોપણ જીવ સમ્યકત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે” એ કેવી રીતે
છે?
ઉત્તરઃ- ભાઈ! કાર્ય થવામાં તો પાંચ કારણો એક સાથે હોય છે, પણ તેના કથનમાં કોઈ એકની વિવક્ષા બને છે. ત્યાં કળશટીકામાં કાળલબ્ધિની મુખ્યતાથી કથન કર્યું છે, પણ જ્યાં એક હોય ત્યાં પાંચે હોય જ છે એવો સમ્યક અભિપ્રાય સમજવો.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં (નવમાં અધિકારમાં) લીધું છે કે-કાળલબ્ધિ અને ભવિતવ્યતા કોઈ વસ્તુ નથી. જે કાળમાં કાર્ય થયું તે જ એની કાળલબ્ધિ અને જે થવા યોગ્ય હતું તે જ થયું એ ભવિતવ્ય. વળી કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી, તથા પુરુષાર્થપૂર્વક ઉધમ કરવામાં આવે છે તે આત્માનું કાર્ય છે, માટે પુરુષાર્થપૂર્વક ઉધમ કરવાનો ઉપદેશ છે. વળી ત્યાં આગળ જતાં કહ્યું છે કે-જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થ પૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય થઈ ચૂક્યાં તથા કર્મનાં ઉપશમાદિ થયાં છે ત્યારે તો તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થ વડ મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે–એવો નિશ્ચય કરવો.
અહા ! લોકો પોતાનો હઠાગ્રહ રાખીને શાસ્ત્રો વાંચે છે તેથી તેઓ શાસ્ત્રના અભિપ્રાયને યથાર્થ સમજતા નથી. પરંતુ ભાઈ ! તે હિતનો માર્ગ નથી. પોતાનો દુરાગ્રહું છોડી શાસ્ત્ર શું કહેવા માગે છે તે સમજવા પોતાની દષ્ટિ કેળવવી જોઈએ. (તત્ત્વજ્ઞાન પામવાની આ જ રીત છે).
જુઓ, આત્મામાં જેમ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ આદિ શક્તિઓ છે તેમ તેમાં એક “અકાર્યકારણત્વ” નામની શક્તિ છે. આ શક્તિનું કાર્ય શું? તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com