________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
પરિણમે છે માટે જ્ઞાનીને આત્મા વ્યાપક અને નિર્મળ પરિણામ એનું વ્યાપ્ય કર્મ છે. તથા જે કાંઈ વિકાર બાકી રહ્યો છે તેમાં કર્મ વ્યાપક થઈને વિકાર કરે છે અર્થાત્ તે વિકાર કર્મનું વ્યાપ્ય કાર્ય છે. ત્યાં તો જ્ઞાન અને રાગને જુદા પાડવાની વાત છે. દ્રવ્યસ્વભાવમાં કે તેના અનંત ગુણોમાં કયાં વિકાર છે કે વિકાર તેનું વ્યાપ્ય થાય? તેથી જ્ઞાનભાવે પરિણમનાર જ્ઞાનીને વિકાર કર્મનું વ્યાપ્ય કહ્યું.
અહીં તો વિકાર પ્રથમ ચૈતન્યની પર્યાયના અસ્તિત્વમાં થાય છે એમ સિદ્ધ કરી પછી કાઢી નાખે છે. રાગ, દ્વેષ અને મોહ એ આત્મદ્રવ્યની પર્યાયના અસ્તિત્વમાં જ છે અને તે પોતાથી જ છે, પરને-કર્મને લઈને નહિ એમ સિદ્ધ કરીને પછી કાઢી નાખશે. ઝીણી વાત છે, ભાઈ !
અહા ! એક બાજુ રાગ-દ્વેષ-મોહ-એ આગ્નવોને ચૈતન્યના પરિણામ સિદ્ધ કરીને ચિદાભાસ કહ્યા. બીજી બાજુ દર્શનમોહ-મિથ્યાત્વ, ચારિત્રમોહ–અવિરતિ, કષાય અને યોગ એવા જડના પરિણામને ખરેખર આઝૂવો કહ્યા; કેમકે જૂનાં (પૂર્વના) જડ કર્મનો ઉદય નવાં કર્મ જે બંધાય તેનું નિમિત્ત છે. પણ એ જૂનાં કર્મ નવા કર્મના આસ્રવણનું નિમિત્ત થાય કયારે? તો કહે છે કે-જીવ રાગ-દ્વેષ-મોહના પરિણામ કરે ત્યારે. જૂના જડ કર્મના ઉદયને ખરેખર આસવ કેમ કહ્યો? (કારણ કે નવા પુદ્ગલ કર્મના બંધનમાં પુદગલ નિમિત્ત હોય, જીવસ્વભાવ નહિ એમ અધ્યાત્મની અપેક્ષાએ વાત છે) કે જૂનાં કર્મ, નવાં કર્મના બંધનમાં નિમિત્ત હોવાથી તેઓને ખરેખર આઝૂવો કહ્યા.
હવે કહે છે અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલ પરિણામોને) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્તે રાગદ્વેષમોહ છે-કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે.'
વ્રત, ભક્તિ આદિ રાગ અને ક્રોધ, માન આદિ દ્રષના ભાવ-જે આસ્રવો છે તે જીવના પરિણામો છે અને તે જીવને કારણે જીવમાં થાય છે, કર્મને લઈને નહિ. હવે આ સંજ્ઞ આસ્રવો સ્વયં પ્રગટ થતાં, તે કાળે જે જૂનાં કર્મનો ઉદય છે તે નવા કર્મના આસ્રવણનું નિમિત્ત થાય છે. તેથી તે જૂનાં મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને આઝૂવો કહેવામાં આવ્યા છે.
આવી વાત હવે સાધારણ માણસને કાંઈ વિચાર, મનન હોય નહિ એટલે શું નક્કી કરે? માથેથી જે કહે તે “જય નારાયણ” એમ સ્વીકારી લે. અરે! પંડિત પણ કોને કહેવા? સનો નાશ કરે તે શું પંડિત કહેવાય? તેને તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં-હું પાડે!–હે પાંડે! હે પાંડે! તું ફોતરાં જ ખાંડે છે માટે મૂર્ખ જ છે એમ કહ્યું છે.
અહીં આસ્રવો સંજ્ઞ, અસંશ એમ બે લીધા ને! સંજ્ઞ એટલે જે ચેતનાભાસ છે તે જીવના પરિણામ છે અને અસંજ્ઞ છે તે જડ પુદ્ગલના પરિણામ છે. રાગ-દ્વેષ-મોહ છે તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિનાના ચેતનના આભાસરૂપ પરિણામ છે અને દર્શનમોહ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com