________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ]
[ ૩૫૫
ત્રીજી વાત-સમયસાર ગાથા ૧૬ ના કળશમાં ભેદને મેચક-મલિન કહ્યો છે; પણ એ છે, નિશ્ચયસહિત ભેદ-મલિનતા એવો વ્યવહાર છે; વ્યવહાર નથી એમ નહિ; નહિતર તો વેદાંત થઈ જાય.
હવે આ વાતને સમજતા નથી એટલે અમુક લોકો કહે છે કે ભગવાન કુંદકુંદાચાર્યે સમયસારને વેદાંતના ઢાંચામાં ઢાળી દીધું છે. આવા લોકોને તત્ત્વની કાંઈ ખબર જ નથી. અરે ભાઈ ! વેદાંતમાં અનંત સંસારી આત્મા, અનંત સિદ્ધ પરમાત્મા ઇત્યાદિ વાત છે જ કયાં?
અહીં (જૈનમાં) તો જેમ પોતે એક આત્મા એવા અનંત ભિન્ન ભિન્ન આત્માઓ અને એથી પણ અનંતગુણા ભિન્ન ભિન્ન રજકણો ઇત્યાદિ બધું છે. પણ શુદ્ધનય તેને ગૌણ કરે છે. એ તો ઠીક પણ દયા, દાન, વ્રત આદિ જે શુભ વિકલ્પ ઊઠે તેને તથા એક સમયની પર્યાયને પણ ગૌણ કરી-લક્ષ છોડી શુદ્ધ આત્માને શુદ્ધ, અભેદ, નિત્ય, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે.
અહાહા..! જેને અહીં શુદ્ધ, નિત્ય, અભેદરૂપ એક ચૈતન્યમાત્ર કહ્યો એને જ સમયસાર ગાથા ૧૪-૧૫ માં અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિત્ય, અવિશેષ અને અસંયુક્ત કહ્યો છે, એને જ સમયસાર ગાથા ૭ માં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદને ગૌણ કરીને એક શુદ્ધ જ્ઞાયકભાવ કહ્યો છે. કેમકે છદ્મસ્થ રાગી જીવને ભેદ ઉપર લક્ષ જતાં રાગ-વિકલ્પ થયા વિના રહેતા નથી તેથી જ ભેદને ગૌણ કરીને શુદ્ધનય ત્રિકાળી અભેદ દ્રવ્યને ગ્રહણ કરે છે. ગાથા ૧૧ માં એને જ ભૂતાર્થ કહ્યો છે. ભાઈ ! આ એકરૂપ શાકભાવ જ મુખ્ય છે, મોટો છે. એના જ મોટપ અને મહત્તા છે. અરે ભગવાન! એને છોડી બહારમાં કોનાં માન અને કોનાં સન્માન ? બહારનાં માન અને મોટામાં તું મરી ગયો પણ અંદર મોટો ભગવાન છે ત્યાં ગયો જ નહિ!
અહાહા...! અનંતવાર હજારો રાણીઓ છોડી તથા પંચમહાવ્રત પાળીને દિગંબર સાધુ થયો, પણ રમતુ બધી પર્યાયમાં જ રમ્યો, એક વાર પણ દ્રવ્યમાં-ધ્રુવમાં આવ્યો નહિ; અંદર ભગવાન ચૈતન્યનો દરિયો ભર્યો છે તેમાં ડૂબકી લગાવી નહિ. પંચમહાવ્રતના રાગની રુચિની આડમાં ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની દષ્ટિ થઈ નહિ, પછી સ્થિરતાની તો વાત જ કયાં રહી ? અરે ભગવાન! જેની દૃષ્ટિ રાગ અને પર્યાય પર છે તે મોટો સાધુ થયો હોય તોય મિથ્યાષ્ટિ છે અને તે મિથ્યાદર્શનના કારણે દેહ છોડીને ચોરાસીના અવતારમાં ચાલ્યો જશે; ઊંધી શ્રદ્ધાના લોઢમાં તણાતો તણાતો નરક ને નિગોદમાં ચાલ્યો જશે. શું થાય? એવા (મિથ્યાદર્શનના ) પરિણામનું એવું જ ફળ છે.
જ્યાં સુધી પૂર્ણાનંદની પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી ભેદ તો ઉત્પન્ન થાય જ. પણ એ ભેદને ગૌણ કરીને-બાજુ પર એકકોર રાખીને શુદ્ધનય એક, અભેદ ચૈતન્યમાત્રને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com