________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
ગ્રહણ કરે છે. એક એટલે વેદાંત જેમ બધા થઈને એક કહે છે એમ નહિ; આ તો વસ્તુ પોતે એકરૂપ-ભેદ વિનાની સામાન્ય જે છે તેને એક કહે છે. પ્રવચનસાર ગાથા ૧૭ર માં અલિંગગ્રહણના ૧૫ મા બોલમાં બધું થઈને એક સર્વવ્યાપક આત્માને માનનારને પાખંડી કહ્યા
અહીં કહે છે-શુદ્ધનય એક અભેદરૂપ ચૈતન્યમાત્ર વસ્તુને ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયભૂત ચૈતન્યમાત્ર આત્મામાં એકાગ્ર-સ્થિર થાય છે. અહાહા.! જેણે પોતાની જ્ઞાનની પર્યાયને અભેદ તરફ વાળી છે એ ક્રમે-કમે અભેદમાં એકાગ્ર થતી જાય છે. રાગની એકાગ્રતા છૂટી સ્વભાવની એકાગ્રતા થઈ ત્યાં પરિણતિ શુદ્ધ થઈ-સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થયું અને તે પછી વિશેષ એકાગ્ર થતાં ચારિત્ર થયું.
એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પકાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને, શુદ્ધનયમાં ( આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ કર્મોથી ભિન્ન, કેવળજ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધનયનું આવું માહાભ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઉપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવોએ શુદ્ધનય છોડવા યોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.” લ્યો, કુંદકુંદ, અમૃતચંદ્ર આદિ સંતોનો આ ઉપદેશ છે એમ કહે છે.
પહેલાં વિકલ્પ સહિત પણ નિર્ણય તો કર કે માર્ગ આ છે. વિકલ્પ સહિતના નિર્ણયમાં પણ નક્કી તો કર કે ભેદને લક્ષમાંથી છોડી અભેદની દૃષ્ટિ થતાં જે અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે અને પછી એમાં જ સ્થિરતા જામતી જાય તે ચારિત્ર છે, અને તે ચારિત્રમાં અંતર્મુહૂર્ત શુકલધ્યાનપણે પ્રવર્તતાં કેવલજ્ઞાન થાય છે. આ રીત છે.
હવે, આસવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે -
* કળશ ૧૨૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
નિત્ય-ઉદ્યોત' જેનો ઉદ્યોત (પ્રકાશ) નિત્ય છે એવી “મિ પિ પરમ વસ્તુ' કોઈ પરમ વસ્તુને “અન્ત: સમ્પશ્યત:' અંતરંગમાં દેખનારા પુરુષને, “રા'વીનાં માજવાળામ’ રાગાદિક આસવોનો ‘ તિ' શીધ્ર “સર્વત: પિ' સર્વ પ્રકારે “વિરામતિ' નાશ થવાથી, “તત્ જ્ઞાનમ્' આ જ્ઞાન ‘કન્મનમ’ પ્રગટ થયું
જુઓ, જેનો જ્ઞાનપ્રકાશ નિત્ય છે એવી અભેદ એકરૂપ દ્રવ્યવસ્તુને અંતરંગમાં જેવી છે તેવી પ્રત્યક્ષ દેખનાર પુરુષને રાગાદિક આગ્નવોનો સર્વ પ્રકારે શીધ્ર નાશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com