________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ]
| [ ૨૯૭
રાગ-દ્વેષ-મોહ છે નહિ. માટે તેના અભાવમાં જ્ઞાનીને દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણે થતાં નથી. અહીં આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષની અપેક્ષાએ વાત છે. પોતાના આત્માના આનંદના સ્વાદના આસ્વાદી જ્ઞાનીને બંધનના કારણભૂત એવા મિથ્યાત્વ સહિત રાગદ્વેષમોડું થતા જ નથી. તેની દષ્ટિ સમ્યફ આત્મા ઉપર છે અને સ્વરૂપાચરણ પણ છે તેથી જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો છે.
અસ્થિરતાનો અલ્પ રાગ જ્ઞાનીને છે અને દ્રવ્યકર્મમાં પણ અલ્પ બંધન, અલ્પ સ્થિતિ પડે છે પણ સંસારમાં દીર્ઘ પરિભ્રમણ કરવું પડે એવું કર્મનું બંધન હોતું નથી.
અહા ! રાગનો કર્તા હું છું એવો મિથ્યાત્વભાવ જ (મુખ્યપણે) આગ્નવભાવ છે, અને એ જ દીર્ઘ સંસાર છે, મહાપાપ છે, અનંત ભવનું કારણ છે. એથી વિપરીત જેને મિથ્યાત્વનો નાશ થઈને સમકિત થયું તે માનો ભવરહિત થઈ ગયો. “ભરતજી ઘરમાં વૈરાગી'-એમ આવે છે ને? એનો અર્થ જ એ છે કે દષ્ટિ સ્વભાવ ઉપર હોવાથી કર્મના ઉદયમાં પણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ ઉત્પન્ન થાય એટલું જોડાણ તો થતું જ નથી.
શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ત્રણે તીર્થકર ચક્રવર્તી અને કામદેવ હતા. તેઓ સંસારમાં રાગ મારું કર્તવ્ય છે અને રાગથી મને લાભ છે એ બુદ્ધિનો નાશ કરીને રહેતા હુતા. રાગ થતો હતો ખરો, પણ એ પોતાને લાભદાયક છે એવી દષ્ટિ ઉડી ગઈ હતી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ-દ્વેષનો તેમને અભાવ હતો. આ અપેક્ષાએ તેમને (ગૃહસ્થદશામાં પણ ) નિરાન્સવ કહ્યા છે: અસ્થિરતાનો અલ્પ રાગ હતો તે અહીં ગૌણ છે.
અહા! મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો જેને અભાવ થયો છે એવા સમ્યગ્દષ્ટિને શ્રદ્ધા અપેક્ષાએ જોવામાં આવે તો કર્મની એકસો અડતાલીસે પ્રકૃતિનો બંધ નથી પછી ભલે તે સમ્યગ્દષ્ટિ બહારમાં ચક્રવર્તી હો કે બલદેવ. સમયસાર નાટકમાં આવે છે ને કે
“કરે કરમ સોઈ કરતારા જો જાનૈ સો જાનનારા, જો કરતા નહિ જાનૈ સોઈ જાનૈ સો કરતા નહિ હોઈ.'
જ્ઞાનીને રાગ મારું કર્તવ્ય-કર્મ છે એ વાત છૂટી ગઈ છે. તેને રાગ થાય છે પણ તે એનું કર્મ બનતું નથી, જ્ઞાની એનો કર્તા થતો નથી. જે રાગનો કર્તા બને વા રાગ જેનું કર્મકર્તવ્ય બને છે એ જ્ઞાની નહિ પણ મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com