________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
ઉત્તર- પરંપરાએ છે એનો અર્થ શું? સમકિતી ધર્માત્માને વર્તમાનમાં સાક્ષાત્ મોક્ષમાર્ગ છે અને સાથે યથાસંભવ રાગ પણ છે. હવે પછી તે સ્વભાવનો ઉગ્ર આશ્રય કરીને એ રાગને ટાળશે અને મોક્ષને પામશે માટે એ શુભરાગને ઉપચારથી પરંપરા કારણ કહ્યું છે. ખરેખર રાગ એ વીતરાગતાનું કારણ હોઈ શકે નહિ. (અજ્ઞાનીના રાગમાં આવો ઉપચાર પણ સંભવિત નથી).
કુંદકુંદાચાર્યનું બાર ભાવનાનું પુસ્તક છે. એમાં રાગને પરંપરા અનર્થનું કારણ કહ્યું છે. સમયસાર ગાથા ૭૪ માં શુભરાગને વર્તમાનમાં દુઃખનું કારણ અને ભવિષ્યમાંય દુઃખનું કારણ કહ્યું છે. એનો અર્થ શું? કે શુભભાવથી જે પુણ્ય બંધાશે એના કારણે ભવિષ્યમાં જિનદેવ, જિનગુરુ, જિનવાણી આદિ સંયોગો મળશે અને એનું લક્ષ થતાં એને રાગ જ થશે, દુઃખ જ થશે. ભાઈ ! રાગ ગમે તે હો, પણ તે પરાધીનતા કરીને આત્માની શાંતિ અને સ્વાધીનતાનો નાશ જ કરે છે.
પ્રશ્ન- જો એમ છે તો હવે અમારે કરવું શું?
સમાધાન- ભાઈ ! આ કરવું કે પોતે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ વસ્તુ છે તેને રાગથી ભિન્ન પાડીને પોતાના શુદ્ધ સ્વરૂપનું સેવન કરવું. કામ તો કઠણ છે (કેમકે અનંતકાળમાં કર્યું નથી) પણ અલભ્ય નથી. ભગવાન! તું આત્મા (-પોતે) છે કે નહિ? (છે ને). તો એની સામે જો. એ (-પોતે) જ્યાં છે ત્યાં જો; જ્યાં એ નથી ત્યાં જોવાનું છોડી દે. આ જ માર્ગ છે.
ચોથી ગાથામાં આવે છે ને કે
‘સુપરિચિવાણુમૂલી સવ્વસ વિ રામમો વંદ' કામ નામ ઇચ્છા અને ભોગ નામ ભોગવવું; રાગનું કરવું અને રાગનું ભોગવવું-એવી વાત તો તે અનંતવાર સાંભળી છે, એનો અનંતવાર પરિચય કર્યો છે અને અનંતવાર અનુભવ પણ કર્યો છે. પ્રભુ! તું રાગથી ખૂબ ટેવાઈ ગયો છું, શુભરાગથી હોં; પછી અશુભની તો વાત જ શી કરવી ? તું નિગોદમાં હતો ત્યાં પણ તને શુભાશુભ રાગનો જ અનુભવ હતો ને?
જુઓ, બટાટાની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે. એક એક શરીરમાં અનંત નિગોદના જીવ ઠસોઠસ ભરેલા છે. તે દરેક જીવ શક્તિ-સામર્થ્યપણે પરમાત્મસ્વરૂપ છે. આવા શક્તિપણે પરમાત્મસ્વરૂપ એવા અનંતા જીવો પર્યાયબુદ્ધિ વડે રાગની એકતાના અનુભવમાં જ પડેલા છે. એ બધા નિગોદના જીવ રાગને વશ થઈને ત્યાં રહ્યા છે, કર્મને કારણે નહિ. રાગના પ્રેમને આધીન થઈને પરાધીનપણે તેઓ નિગોદને છોડતા નથી. ગોમ્મસારમાં (ગાથા ૧૯૭ માં) આવે છે કે
‘‘ભાવવતંકસુપર ળિયો વાર્તા | મુખ્યત્તિ'' પ્રચુર ભાવકલંક કહેતાં મિથ્યાદર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com