________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૮૪-૧૮૫ ]
[ ૩૯૫
થયું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થયું પણ (અર્થાત્ વિના કરવામાં આવતાં છતાં પણ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, કેમ કે હુજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશકય છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે સના નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો, આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, હેપી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન
તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, પી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ ) થાય છે.
ભાવાર્થ- જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે “આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી.” આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડ તસ થયો થકો પણ, રાગી, હૃષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે. જેને ભેદવિજ્ઞાન નથી તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, હૃષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે.
*
*
*
સમયસાર ગાથા ૧૮૪-૧૮૫ : મથાળુ
હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે:
શિષ્ય પૂછે છે કે-ભગવાન્ ! શું ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માનો લાભ થાય એમ એકાન્ત જ છે? ગુરુ ઉત્તર આપે છે કે-હા; ભેદવિજ્ઞાનથી જ આત્મલાભ થાય છે. ભેદવિજ્ઞાનથીય થાય અને રાગથીય આત્મલાભ થાય એમ જો કોઈ માને તો તે યથાર્થ નથી એમ હવે ઉત્તરરૂપ ગાથા કહે છે:
* ગાથા ૧૮૪-૧૮૫ : ટીકા ઉપરનું પ્રવચન *
જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના (ભદવિજ્ઞાનના) સદભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે...'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com